વડોદરા: પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા આયોજીત વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્વિટવલમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર અને પ્રોડ્યુસર મધુર ભંડારકરે ભાગ લઇને ઉભરતાં યુવા ફિલ્મમેકર્સના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ વિજેતા મધુર ભંડારકરનું ભારત સરકારે વર્ષ 2016માં પદ્મ શ્રી થી સન્માન કર્યું હતું. આ ઉપરાંત તેમણે પાંચ વખત નેશનલ એવોર્ડ પણ જીત્યાં છે. પારૂલ યુનિવર્સિટી ખાતે તેમની ઉપસ્થિતિ યુવા પેઢી માટે ખૂબ સારો અનુભવ ગણાવ્યો હતો.
ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકર, યુવા ફિલ્મમેકર્સનો ઉત્સાહ વધાર્યો આ પણ વાંચો:Eid Mubarak: ઈદ મુબારક બોલિવુડ અને સાઉથ કલાકારોએ ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી
સોસીયલ મીડિયાનો વ્યાપ ખૂબ વધ્યો:આ સંદર્ભે મધુર ભંડારકરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજના યુગમાં સોસિયલ મીડિયાનો વ્યાપ ખૂબ વધ્યો છે. પારુલ યુનિવર્સિટી ખાતે વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેટસ્ટિવમાં યુવાઓ સાથે વાતચીત કરવાનો ખૂબ સારો અનુભવ થયો હતો. હાલમાં છેલ્લા 10 વર્ષમાં સોસિયલ મીડિયામાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. આજે સોસીયલ મીડિયાનું વધતું પ્રભુત્વ ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. સાથે જો કોઈ એવો વિષય મળશે તો સોસીયલ મીડિયા પર પણ ફિલ્મ બનાવવાનું વિચારીશ તેવું કહ્યું હતું.
લોકડાઉનમાં OTT નો વ્યાપ વધ્યો OTTની કોરોના બાદ માંગ વધી:સાથે આજના સમયમાં OTTની વધેલી માંગ ને લઈ કહ્યું કે, થિયેટરમાં ખૂબ સારી અસર હોય છે પરંતુ લોકડાઉન સમય પૂર્વે બધુજ યોગ્ય ચાલતું હતું. હાલમાં લોકડાઉન બાદ લોકો ઘરે બેસીને OTTની માંગ માં વધારો થયો અને ત્યારબાદ લોકોના મનમાં OTT પ્રત્યે વધુ આકર્ષણ વધુ છે. પરંતુ જે રીતે થિયેટરમાં કોઈ પણ ફિલ્મ આવે તેની મજા કે રિયાલિટી OTTમાં હોતી નથી. જે સારી ફિલ્મ હોય છે તે થિયેટરમાં ચાલેજ છે.
લોકડાઉનમાં OTT નો વ્યાપ વધ્યો બહુજ રિસર્ચ બાદ ફિલ્મ બનાવી: સાથે જ પોતાની 15 જેટલી ફિલ્મ બાબતે પણ જણાવતા કહ્યું હતું કે, હાલમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મને લઈ બોલીવુડમાં કોપી કરવાની વાતો થઈ રહી છે. પરંતુ મેં મારી 15 ફિલ્મમાંથી એકપણ ફિલ્મ કોપી નથી કરી. મેં ખૂબ રિસર્ચ કર્યા બાદ આ બધીજ ફિલ્મ બનાવી છે અને તે બધી જ રિયલ કન્ટેન્ટમાં છે. સાઉથમાં બધીજ ફિલ્મ ચાલી જાય તેવું હોતું નથી પણ હાલમાં સાઉથની ફિલ્મો બૉલીવુડ માટે ચોક્કસ ચિંતાનો વિષય બની છે. મારી બધીજ ફિલ્મમાં કાલા સાચ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલિટિકલ બાબતે પૂછતાં તેના કાલા સાચ માટે સત્તા ફિલ્મ બનાવી છે. આમ હાલમાં સાઉથ ફિલ્મો અને બૉલીવુડ બંને માટે ખાસ સાઉથ ફિલ્મ બ્લોકબાસ્ટર પર્ફોમન્સ કરી રહી છે.
આ પણ વાંચો:Adipurush Motion Poster: જય શ્રી રામના મંત્રોચ્ચાર સાથે 'આદિપુરુષ'નું નવું મોશન પોસ્ટર રિલીઝ
શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક:ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલના માધ્યમથી યુવા ફિલ્મ મેકર્સને નિષ્ણાંતો અને દિગ્ગજો સમક્ષ તેમની શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક મળી છે. આ પ્રક્રિયામાં તેમને નિષ્ણાંતોના સલાહ-સૂચનો પ્રાપ્ત કરવાની સાથે-સાથે કૌશલ્યોમાં સુધારો કરવામાં પણ મદદ મળી રહેશે. જાણીતા ફિલ્મ મેકરની ઉપસ્થિતિ તથા ફેસ્ટિવલમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા તથા એક્સપર્ટ સેશની વિદ્યાર્થીઓને ફિલ્મ પ્રોડક્શનમાં તેમની ક્ષમતામાં વધારો કરવા તથા નવા કૌશલ્યો, માર્ગદર્શન અને સપોર્ટ મેળવવામાં મદદ મળી રહેશે.