ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ashutosh Rana Visit Ujjain: મહાકાલના મંદિરે પહોંચ્યા આશુતોષ રાણા, દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા - ફિલ્મ અભિનેતા આશુતોષ રાણા મહાકાલના દ્વારે પહોંચ્યા

શ્રાવણ 2023ના ત્રીજા સોમવારે ફિલ્મ અભિનેતા આશુતોષ રાણા માહકાલના દર્શનાર્થે ગયા હતા. આ દરમિયાન તેમણે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા. આ સાથે રાણાએ કહ્યું હતું કે, ''દેવાધિદેવ મહાદેવના દર્શન કરવું એ મારા માટે સૌભાગ્ય છે.''

મહાકાલના મંદિરે પહોંચ્યા આશુતોષ રાણા, દેવાધિદેવ માહાદેવન દર્શન કર્યા
મહાકાલના મંદિરે પહોંચ્યા આશુતોષ રાણા, દેવાધિદેવ માહાદેવન દર્શન કર્યા

By

Published : Jul 24, 2023, 5:21 PM IST

ઉજ્જૈન:12 જ્યોતિર્લિગોમાંથી એક એવા મહાકાલેશ્વર મંદિરમાં હજારો ભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન મહાકાલની પૂજામાં વ્યસ્ત હોય છે. મહાકાલના દર્શર કરવા માટે ફિલ્મ કાલકારો અને રાજકારણીઓ પણ આવી રહ્યાં છે. આજે શ્રાવણના ત્રીજા સોમવારે ફિલ્મ અભિનેતા આશુતોષ રાણા બાબા માહાકાલના દ્વારે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નંદીહાલ ખાતે પૂજા કરી ભગવાન મહાકાલના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

મહાકાલના મંદિરે પહોંચ્યા આશુતોષ રાણા, દેવાધિદેવ માહાદેવન દર્શન કર્યા

મહાકાલના દર્શને પહોંચ્યા: આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને અધિક માસનો પ્રથમ સોમવાર છે. આ અવસરે ફિલ્મ ઉદ્યોગના અભિનેતા આશુતોષ રાણા મહાકાલ ગયા હતા. જ્યાં તેઓ સૌથી પહેલા મહાકાલના દ્વારે પહોંચ્યા હતા. આશુતોષ રાણાએ નંદી પરિસરમાં બેસીને ભગવાનની પૂજા કરી હતી. આ દરમિયાન તેઓએ ધ્યાન પણ કર્યું હતું. હકીકતમાં શ્રાવણને કારણે ગર્ભના દરવાજા બંધ થઈ ગયા હતા, જેના કારણે આશુતોષ રાણાએ પરિસરમાં જ બેસીને નંદીની પૂજા કરી હતી.

ભક્તિભાવમાં આશુતોષ રાણા: આ અવસરે તેઓ ભક્તિભાવમાં મગ્ન જોવા મળ્યા હતા. ત્યાર પછી આશુતોષ રાણા માહાનિર્વાણ અખાડાના ગિરી મહારાજની મુલાકાત માટે ગયા હતા. આ દરમિયાન તેમના આશિર્વાદ પણ લીધા હતા. આશુતોષ રાણાએ મીડિયા સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ''આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને અધિક માસનો પહેલો સોમવાર છે.''

મહાકાલના દર્શન કર્યા:વધુમાં જણાવ્યું હતું કે, ''આ પ્રસંગે અમને પૂજા-અર્ચાના અને ખાસ કરીને ભગવાન મહાકાલના દર્શન કરવાનો અને આરતી કરવાનો મોકો મળ્યો છે. અમે ભગવાન મહાકાલને આપણા સર્વેનું કલ્યાણ કરે એવી પ્રાર્થના કરીએ છીએ. '' આવું પ્રથમ વખત નહીં બન્યું, આશુતોષ રાણા અગાઉ પણ ભગવાન મહાકાલના દર્શન કરવા માટે ઉજ્જૈન આવી ચૂક્યા છે.

  1. Bigg Boss Ott 2: ફલક નાઝ બિગ બોસમાંથી બહાર, અવિનાશ રડવા લાગ્યો
  2. Rajveer Deol Dono: 'ગદર 2'ની રિલીઝ પહેલા થયો ધડાકો, બોલિવુડમાં થઈ સની દેઓલના પુત્રની એન્ટ્રી
  3. Dhindhora Baje Re: 'ઢિંઢોરા બાજે રે' રિલીઝ, રોકી રાનીએ પરિવાર સામે વગાડ્યો ડંકો

ABOUT THE AUTHOR

...view details