ન્યૂઝ ડેસ્ક:સિંગિંગ જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું (Famous Singer KK Dies) નિધન થયું છે. કોલકાતામાં એક કોન્સર્ટમાં (KK Last Concert in Kolkata) અચાનક નિચે પડી ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 53 વર્ષની ઉંમરે કેકેએ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને કેકેના નિધન પર શોક વ્યક્ત (PM Modi pay tribute to KK) કર્યો છે.
જાણો કારકિર્દી પર એક નજર :ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સર્વતોમુખી ગાયકોમાંના એક, કેકેએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળી સહિત અનેક ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. કેકેએ તેમનું સ્કૂલિંગ દિલ્હીના માઉન્ટ સેન્ટ મેરીમાંથી કર્યું હતું. તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાંથી સ્નાતક કર્યું હતું. કેકેને ફિલ્મોમાં બ્રેક મળ્યો તે પહેલા જ તેણે લગભગ 3500 જિંગલ્સ ગાયા હતા.
આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાની અંતિમ વિદાયઃ આ તસવીરોમાં રહી ગયો પ્રખ્યાત ગાયકનો દમદાર સ્વેગ
પાલ મ્યુઝિક આલ્બમથી થયા હતા પ્રખ્યાત :1999માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે ભારતના જોશ ગાવામાં આવ્યા હતા. તેમના આ ગીતમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા. આ પછી કેકે મ્યુઝિક આલ્બમ "પાલ" થી ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની સફળતાથી તેના માટે બોલિવૂડના દરવાજા ખુલી ગયા હતા.
બોલિવૂડમાં પણ ધાક :કેકેને ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ‘તડપ તડપ’ ગીતથી બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો હતો. આ ગીત પછી કેકેની ગણતરી મોટા ગાયકોમાં થવા લાગી હતી. તેમના મુખ્ય ગીતોમાં "કોઈ કહે કહેતા રહે", "મૈને દિલ સે કહા", "આવારાપન બંજરાપન", "દસ બહાને", "અજબ સી" વગેરેનો સમાવેશ થાય છે. કેકે તેના બાળપણના પ્રેમ જ્યોતિ કૃષ્ણ સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે.