હૈદરાબાદ: પ્લેબેક સિંગર કૈલાશ ખેરનો તાજેતરમાં એક વીડિયો અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કૈલાશ ખેરને લખનૌ ખાતે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023માં પ્રદર્શન કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈવેન્ટને લઈને કૈલાશ ખેરનો સારો અનુભવ રહ્યો ન હતો. કૌલાશ ખેરે આયોજકો ઉપર આકર પ્રહાર કર્યા હતા. આયોજકો પર કાર્યક્રમનું આયોજન યોગ્ય રિતે કરવામાં આવ્યું નથી અને અયોગ્ય વ્યવહાર કર્યા હોવાનો આરોપ લગાવતા જોવા મળે છે.
Singer Kailash Kher Angry: ઈવેન્ટમાં વિલંબ થતા કૈલાશ ખેરે કહ્યું, "તમીઝ શીખ કે આઓ" - ગાયક કૈલાશ ખેર ગુસ્સે થયા
એક ઈવેન્ટમાં વિલંબ થયો હોવાથી પ્રખ્યાત સિંગર કૈલાશ ખેર ક્રોધીત થઈ ગયા હતા. ઉત્તર પ્રેદશમાં પાટનગર લખનૌ ખાતે સિંગર કૈલાશ ખેર એક કાર્યક્રમમાં ગયા હતા. આ કાર્યક્રમમાં આયોજનકર્તાઓ પર તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા હતા. એટલું જ નહિં પરંતુ લખનૌના લોકોને શિષ્ટાચાર શખવાની સલાહ આપી હતી.
કૈલાશ ખેર ગુસ્સામાં:ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023ના લોન્ચિંગ ઈવેન્ટમાં કૈલાશ ખેર આયોજકો પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે. આ ઈવેન્ટના વીડિયોમાં કૈલાશ ખેર સ્ટેજ પરથી માઈક લઈ ગુસ્સામાં કહી રહ્યા છે કે, ''શિષ્ટાચાર શીખો, એક કલાક સુધી અમને રાહ જોવડાવી, ત્યાર પછી શિષ્ટાચાર નામની કોઈ વસ્તુ નથી. શું છે આ ખેલો ઈન્ડિયા ? ખેલો ઈન્ડિયા ત્યારે છે જ્યારે આપણે ખુશ છિએ. ઘરના ખુશ થશે તો બહારના ખુશ થશે. શિષ્ટાચાર શીખો. હોંશિયારી બતાવી રહ્યા છો, કોઈને કામ કરવાનું આવડતું નથી અને બોલવા ઈચ્છે તો એટલું બધુ બોલી દેશે કે છોડી દો આ બધું.''
કૈલાશ ખેરની સલાહ: ટ્રાફિક જામના કારણે કૈલાશ ખેર કાર્યક્રમમાં લગભગ એક કલાક મોડા આવ્યા હતા. ત્યાર બાદ કૈલાશ ખેર આયોકો પ્રત્યે નિરાશ થઈ ગયા હતા. ત્યાર પછી શિષ્ટાચાર શીખવાની સલાહ આપી હતી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023 એ ખુબજ મોટી ઈવેન્ટ છે. આ ઈવેન્ટનું આયોજન ઉત્તર પ્રદેશનું પાટનગર લખનૌની BBD યુનિવર્સિટીમાં કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટ તારીખ 25 મેના રોજ શરુ કરવામાં આવી હતી. તારીખ 3 જૂને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સમાપ્ત થશે.