ગુરુગ્રામઃપ્રખ્યાત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન (bhajan sopori passes away) થયું છે. તેને ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 2 જૂન ગુરૂવારે 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ (santoor player pandit bhajan sopori death) લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા. સંતૂર વાદક ભજન સોપોરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:અલવિદા KK, હજારો ચાહકોએ ભીની આંખો સાથે સિંગરને વિદાય આપી
ભજન સોપોરીનો પુત્ર અભય રૂસ્તમ સોપોરી પણ સંતૂર વાદક: પંડિત ભજન સોપોરીના નિધનથી સંગીત જગતમાં શોકની લહેર ફરી વળી છે. ભજન સોપોરીનો જન્મ વર્ષ 1948માં શ્રીનગરમાં થયો હતો, તેમના પિતાનું નામ પંડિત એસએન સોપોરી હતું, તેઓ સંતૂર વાદક પણ હતા. ભજન સોપોરી કાશ્મીર ઘાટીના સોપોર વિસ્તારના રહેવાસી હતા. તેમના પરિવારની 6 પેઢીઓ સંગીત સાથે જોડાયેલી છે. તે જ સમયે, ભજન સોપોરીનો પુત્ર અભય રૂસ્તમ સોપોરી પણ સંતૂર વાદક છે.