ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

પ્રખ્યાત પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું ગુરુવારે સવારે થયું નિધન - પંજાબી અભિનેતા દિલજીત કૌરના મૃત્યુનું કારણ

પ્રખ્યાત પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું ગુરુવારે સવારે નિધન થયું (Daljit Kaur Khangura death) છે. દલજીત કૌર એક સમયે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Daljeet Kaur Punjabi film industry) પર રાજ કરતી હતી.

Etv Bharatપ્રખ્યાત પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું ગુરુવારે સવારે થયું નિધન
Etv Bharatપ્રખ્યાત પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું ગુરુવારે સવારે થયું નિધન

By

Published : Nov 17, 2022, 3:49 PM IST

ચંદીગઢ: પંજાબી મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે, પ્રખ્યાત પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું ગુરુવારે સવારે નિધન થયું (Daljit Kaur Khangura death) છે. દલજીત કૌર એક સમયે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Daljeet Kaur Punjabi film industry) પર રાજ કરતી હતી. તેમણે ઘણી હિટ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 69 વર્ષીય દલજીત કૌર લાંબા સમયથી બીમાર હતા.

ફિલ્મ જર્ની: દલજીત કૌરે 10 થી વધુ હિન્દી અને 70 થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. દલજીતકૌર દિલ્હીની લેડી શ્રી રામ કૉલેજમાં સ્નાતક થયા હતા. તેમણે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનયની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ 'દાજ' 1976માં રિલીઝ થઈ હતી.

સુપરહિટ ફિલ્મ:અભિનેત્રીએ સુપરહિટ પંજાબી ફિલ્મ 'પુત જટ્ટાંદે', 'મમલા ગડબડ હૈ', 'કી બનુ દુનિયા દા', 'સરપંચ' અને 'પટોળા'માં હીરોઈનની મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના પતિ હરમિન્દર સિંહ દેઓલનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમને કોઈ સંતાન નહોતું. વર્ષ 2001 માં તેમણે ફરીથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં તેમની ઉંમરને અનુરૂપ માતા અને અન્ય ભૂમિકાઓમાં જોવા મળી હતી. તેણે પંજાબી ફિલ્મ 'સિંઘ બર્સિસ કૌર'માં ગિપ્પી ગ્રેવાલની માતાની ભૂમિકા ભજવી હતી.

દિલજીત કૌરના મૃત્યુનું કારણ: દલજીત કૌર કબડ્ડી અને હોકીમાં પણ રાષ્ટ્રીય ખેલાડી હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર માનસિક બિમારીથી પીડિત હતા. તેમને તેના પાછલા જીવન વિશે કંઈ યાદ નહોતું. છેલ્લા કેટલાક દિવસોમાં તેમને ઘણું શારીરિક નુકસાન થયું હતું અને ગુરુવારે તેમનું અવસાન થયું હતું.

દલજીત કૌરનો પરિવાર:દલજીત કૌરનો પરિવાર મૂળ લુધિયાણા જિલ્લાના હતા. પરંતુ તેમનો વ્યવસાય પશ્ચિમ બંગાળમાં હતો. દલજીત કૌરનો જન્મ 1953માં સિલીગુડીમાં થયો હતો. તે છેલ્લા 12 વર્ષથી કસ્બા ગુરુસર સમથાર બજારમાં તેના પિતરાઈ ભાઈ હરજિન્દર સિંહ ખંગુરા સાથે રહેતી હતી.

ABOUT THE AUTHOR

...view details