મુંબઈઃયશરાજ એન્ટરટેઈનમેન્ટ ફરી એકવાર તેના દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યું છે. બેનરે ફરી એકવાર તેના મનોરંજનથી ભરપૂર જાહેરાત કરી છે. આ ફિલ્મમાં બોલીવુડના જાણીતા કલાકાર અનુપમ ખેરને લીડ સ્ટાર કાસ્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મનું નામ 'વિજય 69' છે. અનુપમ ખેરના ફિલ્મની પહેલી ઝલક માટે પોસ્ટર પણ રિલીઝ કરી દિધું છે. પોસ્ટરમાં અનુપમ ખેર એક વૃદ્ધ વ્યક્તિના પાત્રમાં રેસિંગ સાયકલ ચલાવતા જોવા મળે છે.
આ પણ વાંચો:hiten kumars Instagram: હિતેન કુમારેને Instagram મળી ગયુ બ્લુટીક, પોસ્ટ મૂકીને કહી મોટી વાત
વિજય 69 OTT પર રિલીઝ: આ ફિલ્મની જાહેરાત કરીને ફિલ્મ નિર્માતાએ નિર્દેશક અને નિર્માતાનું નામ પણ આપ્યું છે. અક્ષય રોય આ ફિલ્મનું નિર્દેશન કરશે અને મનીષ શર્મા આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મની જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'અન્ય એક મજેદાર ફિલ્મ આવી રહી છે, સ્પેશિયલ રાઈડ, યશ રાજ એન્ટરટેઈનમેન્ટ તેની ત્રીજી ફિલ્મ 'વિજય 69'ની જાહેરાત કરતા ખૂબ જ ખુશ છે. આ ફિલ્મ OTT પર રિલીઝ થશે.