મુંબઈ:તારીખ 24 માર્ચ 2023ના રોજ સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ માટે જાણીતા બૉલીવુડ અભિનેતા ઈમરાન હાશ્મી 44મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ઈમરાન હાશ્મીએ વર્ષ 2003માં આફતાબ શિવદાસાની અને બિપાશા બાસુ સાથે વિક્રમ ભટ્ટની થ્રિલર ફિલ્મ 'ફૂટપાથ'થી તેમણે ફિલ્મની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે અનુરાગ બાસુની થ્રિલર ફિલ્મ 'મર્ડર'માં મલ્લિકા શેરાવત અને અશ્મિત પટેલ સાથે જોવા મળ્યા હતા. જેમાં તેના અભિનયની પ્રેક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Martyrs Day 2023: સોનુ સૂદે શહીદ દિવસ પર ભગતસિંહને આપી શ્રદ્ધાંજલિ, ચાહકોએ આપી આ પ્રતિક્રિયા
ઈમરાન હાશ્મીની હિટ ફિલ્મ: 'સિરિયલ કિસર'ના નામથી જાણીતા ઈમરાન બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાની પ્રતિભા સાબિત કરી ચૂક્યો છે. 'જન્નત', 'રાઝ સિરીઝ', 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ' અને 'હમારી અધુરી કહાની' જેવી ફિલ્મ પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમની અભિનય કૌશલ્ય ઉપરાંત પ્રેક્ષકો હંમેશા તેની ફિલ્મોના ગીતોની દિલધડક રાહ જુએ છે. તેમના જન્મદિવસ પર ચાલો તેમની ફિલ્મોના કેટલાક ટ્રેક પર એક નજર કરીએ
તુ હી મેરી શબ હૈ:વર્ષ 2006માં અનુરાગ બાસુની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'ગેંગસ્ટરઃ અ લવ સ્ટોરી'નું ગીત 'તુ હી મેરી શબ હૈ' ઘણું ફેમસ છે. તેમાં ઈમરાન હાશ્મી સાથે 'ધાકડ' અભિનેત્રી કંગના રનૌત પણ છે. 'તુ હી મેરી શબ હૈ' સ્વર્ગસ્થ ગાયક કે.કે. પોતાનો અવાજ આપ્યો અને પ્રીતમે કમ્પોઝ કર્યું છે.