ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

શાહરૂખ સ્ટારર 'ડંકી'નું ટ્રેલર આવી ગયું, ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાની છે તો જોવાનું ચૂકતા નહિ - डंकी स्टार कास्ट

Dunki Trailer Release:મોસ્ટ અવેટેડ ડંકીનું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ગયું છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત શાહરૂખ સ્ટારર ડંકીનું ટ્રેલર અદ્ભુત લાગે છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Etv BharatDunki Trailer Release
Etv BharatDunki Trailer Release

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 11:13 AM IST

મુંબઈઃ બોલિવુડના કિંગશાહરૂખ ખાન વર્ષના અંતમાં વધુ એક ધમાકો કરવા તૈયાર છે. ફિલ્મ ‘ડિંકી’ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં આવશે. શાહરૂખની ફેન ક્લબે પણ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું હતું. 'ડિંકી' એ શાહરૂખ ખાનની રાજકુમાર હિરાણી સાથેની પહેલી ફિલ્મ છે. જે સંજુ, પીકે, 3 ઈડિયટ્સ અને મુન્નાભાઈ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે.

ડંકી ફિલ્મની સ્ટારકાસ્ટ:શાહરૂખ ઉપરાંત ડંકીમાં બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર જેવા કલાકારો સામેલ છે. તેને હિરાણી અને અભિજાત જોશીએ લખી છે. આ જોડીમાં લેખિકા કનિકા ધિલ્લોન પણ જોડાઈ છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?:તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન 2023માં પોતાની ત્રીજી ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહ્યો છે. શાહરૂખ ખાને પઠાણ અને જવાન ફિલ્મોથી બોક્સ ઓફિસ પર રૂપિયા 1000 કરોડની કમાણી કરી છે અને હવે ડંકી સાથે રૂપિયા 1000 કરોડની હેટ્રિક કરવાનો વારો છે. આ પહેલીવાર છે જ્યારે શાહરૂખ ખાન લગે રહો મુન્નાભાઈ, 3 ઈડિયટ્સ અને સંજુના ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યો છે. ડંકી 21 ડિસેમ્બરે વિશ્વભરમાં અને 22 ડિસેમ્બરે ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે.

પ્રભાસની 'સલાર' સાથે થશે ટક્કર: પઠાણ અને જવાનની સફળતા બાદ, ડંકી આ વર્ષે શાહરૂખ ખાનની ત્રીજી રિલીઝ થશે. 21 ડિસેમ્બરે ડંકીની સાથે પ્રભાસની 'સલાર' થિયેટરમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો:

  1. શાહરુખ ખાનની ફિલ્મ 'નિકલે થે કભી હમ ઔર સે'નું બીજું ગીત રિલીઝ, 'કિંગ ખાને' વ્યક્ત કર્યું 'દર્દ'
  2. 'સાલાર'નું અમેઝિંગ ટ્રેલર રિલીઝ, પ્રભાસનો ઇન્ટેન્સ લુક જોઈને ચાહકો થઈ ગયા દિવાના
  3. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ચાહકો માટે સારા સમાચાર, Netflix પર સુપરહિટ જોડી પરત આવી રહી છે

ABOUT THE AUTHOR

...view details