હૈદરાબાદ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર આયુષ્માન ખુરાનાએ આખરે 4 વર્ષ પછી બોક્સ ઓફિસ પર હિટ કમાણી કરી છે. અભિનેતાએ વર્ષ 2012માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'વિકી ડોનર' સાથે શરુઆત કરી હતી. હવે 'ડ્રીમ ગર્લ 2'એ આયુષ્માન ખુરાનાનાને સારી નામના અપાવી છે. 'ગદર 2' અને 'OMG 2' વચ્ચે આ ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી.
ડ્રીમ ગર્લ 2નું બોક્સ ઓફિસ કલેકશન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ અનુસાર, 'ડ્રીમ ગર્લ 2'એ થિયેટરોમાં 10 દિવસ પછી 85.56 કરોડ રુપિયાની કમાણી કરી છે. પ્રથમ સપ્તાહની કમાણી બાદ, ફિલ્મે તેના 10માં દિવસે લગભગ 7.50 કરોડની કમાણી કરી. 'ડ્રીમ ગર્લ 2' એવા સમયે રિલીઝ થઈ હતી, જ્યારે 'ગદર 2' બોક્સ ઓફિસ પર રાજ કરી રહી હતી. આ ઉપરાંત 'OMG 2' એ પણ બોક્સ ઓફિસ પર પકડ જમાવી હતી.
શાહરુખ ખાનની જવાન સાથે ટક્કર: આયુષ્માન ખુરાની ટક્કર હવે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહેલી શાહરુખ ખાનની 'જવાન' સાથે થશે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે નયનતાર અને દીપિકા પાદુકોણ પણ સામેલ છે. 'જવાન' ફિલ્મને લઈને ચાહકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ફિલ્મ રિલીઝ થતા 'ડ્રીમ ગર્લ 2'ની કમાણી ઉપર અસર થઈ શકે છે.
આયુષ્માન ખુરાનાની અન્ય ફિલ્મોની કમાણી: 'ડ્રીમ ગર્લ 2' પહેલા આયુષ્માનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી, જેમાં તાજેતરની ફિલ્મમાં 'એન એકશ હીરો', 'ડૉક્ટર', 'અનેક' અને 'ચંડીગઢ કરે આશિકી' સામેલ છે. 'એક્શન હીરો'એ રુપિયા 10.89 કરોડની કમાણી કરી હતી. 'ડૉક્ટરે' 26.45 કરોડ, 'અનેક' 8.15 કરોડ અને 'ચંદીગઢ કરે આશિકી'એ 28.26 કરોડની કમાણી કરી હતી. રોગચાળા પહેલા 'શુભ મંગલ જ્યાદા સાવધાન' માંડ માંડ 60 કરોડની કમાણી કરવમાં સફળ રહી હતી.
- Jawan Advance Booking: શાહરુખ ખાન ઈતિહાસ રચવા માટે તૈયાર, 'જવાન' ફિલ્મના એડવાન્સ બુકિંગ પર એક નજર
- Shakti Kapoor Birthday: શ્રદ્ધાએ પિતા શક્તિ કપૂરનો અનોખા અંદાજમાં જન્મદિવસ ઉજવ્યો, જુઓ વીડિયો
- Ekka Collection Day10: મલ્હાર ઠાકર યશ સોની સ્ટારર '3 એક્કા' ફિલ્મે 15 કરોડનો આંકડો કર્યો પાર, 20 કરોડ નજીક