મુંબઈ:આયુષ્માન ખુરાના 'ડ્રીમ ગર્લ 2'માં પૂજા તરીકે વાપસી કરી રહ્યા છે. પૂજા આયુષ્માનના પ્રિય પાત્રોમાંથી એક છે. 'ડ્રીમ ગર્લ' આયુષ્માન ખુરાનાની ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છે. ફિલ્મનો ક્રેઝ જોઈને ફિલ્મની સિક્વલ બનાવવાનું નક્કી કર્યં છે. મેકર્સને તેમની સિક્વલની ઘણી અપેક્ષા છે. ફિલ્મની સિક્વલમાં મોટા કલાકારોને સામેલ કપરવામાં આવ્યા છે. 'ડ્રીમ ગર્લ 2'માં અનન્યા પાંડેને ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવેલા ટ્રેલરને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ જ કારણ છે કે, ફિલ્મનું એડવાન્સ બુકિંગ વેચાણ પણ ખુબ જ વધી રહ્યું છે.
Advance Bookings: આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું એડવાન્સ બૂકિંગ, દર્શકોનો મળ્યો હકારાત્મક પ્રતિસાદ
આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' રિલીઝ થવામાં માત્ર 2 દિવસ બાકી છે. મેકર્સે ફિલ્મના એડવાન્સ બુકિંગ માટે દરવાજા ખોલી દીધા છે. ચાલો જણીએ પૂજાના નવા અવતારને જોવા કેટલીક ટિકિટો બુક કરવામાં આવી છે. આ ફિલ્મ તારીખ 25 ઓસ્ટના રોજ બોકસ ઓફિસ પર રિલીઝ થવા માટે તૈયાર છે.
Published : Aug 23, 2023, 11:41 AM IST
14000 એડવાન્સ ટિકિટ બુક: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારીખ 22 ઓગસ્ટના રોજ રાત્રે 11:59 કલાક સુધી 'ડ્રીમ ગર્લ 2'ની ટોપ 3 નેશનલ ચેઈન્સ પીવીઆર આઈનોક્સ અને સિનેપોલિસમાં લગભગ 14000 એડવાન્સ ટિકિટ બુક કરવામાં આવી છે. આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2'નો જે રીતે ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, રિલીઝના પહેલા દિવસે ફિલ્મની લગભગ 60 હજાર ટિકિટ બુક થઈ જશે. અત્યાર સુધી થયેલી એડવાન્સ ટિકિટ અનુસાર, ફિલ્મ પહેલા દિવસે 9 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી શકે છે. જો કે, આ સંખ્યા 'ડ્રીમ ગર્લ' કરતા ઓછી છે, પરંતુ ફિલ્મને જે હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે તે તેને સફળ બનાવી શકે છે.
બોક્સ ઓફિસ પર પડકારજનક પરિસ્થિતી: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટાર ફિલ્મ તારીખ 25 ઓગસ્ટાના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયરીમાં છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા બોક્સ ઓફિસ પર સની દેઓલની ફિલ્મ 'ગદર 2', અક્ષય કુમારની 'OMG 2' અને રજનીકાંતની ફિલ્મ 'જેલર' તોફાન મચાવી રહી છે. હવે 'ડ્રીમ ગર્લ 2' સામે પડકારજનક પરિસ્થિતી ઉભી થઈ છે.