ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

દિશા પટનીએ શોર્ટ્સમાં આપ્યા પોઝ, તસવીરમાં જોવા મળી સુંદર સ્માઈલ - દિશા પટની

દિશા પટનીએ (Disha Patani) તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરમાં તે લાલ ટી-શર્ટ અને શોર્ટ્સમાં બારી પર બેઠી છે. આ તસવીરની બીજી ખાસ વાત એ છે કે તેમાં દિશાની સુંદર સ્માઈલ જોવા મળી રહી છે.

દિશા પટનીએ શોર્ટ્સમાં આપ્યા પોઝ, તસવીરમાં જોવા મળી સુંદર સ્માઈલ
દિશા પટનીએ શોર્ટ્સમાં આપ્યા પોઝ, તસવીરમાં જોવા મળી સુંદર સ્માઈલ

By

Published : May 7, 2022, 1:46 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની (Disha Patani) પોતાની ફિટનેસ અને બોલ્ડ ફિગર માટે ફેમસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. દિશા તેના વર્કઆઉટ અને સ્ટંટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ સિવાય દિશા પોતાની બોલ્ડ અને ખૂબસૂરત તસવીરો પણ શેર કરતી રહે છે. હવે એક્ટર ટાઈગર શ્રોફની રૂમી ગર્લફ્રેન્ડ દિશા પટાનીએ પોતાની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં દિશાની સ્ટાઈલ અલગ દેખાઈ રહી છે.

આ પણ વાંચો:'kgf ચેપ્ટર 2'ના આ દમદાર અભિનેતાનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાયો શોક

દિશાએ શેર કરી તસવીર : દિશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરમાં તે લાલ ટી-શર્ટ અને શોર્ટ્સમાં બારી પર બેઠી છે. આ તસવીરની બીજી ખાસ વાત એ છે કે તેમાં દિશાની સુંદર સ્માઈલ જોવા મળી રહી છે. આ તસવીર સાથે દિશાએ કેપ્શનમાં પગ જેવા દેખાતા બે સ્ટીકરો ઉમેર્યા છે. દિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે. દિશા જીમમાં ગમે તેટલી મહેનત કરે છે, તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

આ પણ વાંચો:અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલની જૂઓ તસવીરો

દિશાનું વર્કફ્રન્ટ :આટલું જ નહીં દિશા અને ટાઈગર સોશિયલ મીડિયા પર તેમની મેચિંગ તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. જ્યારે પણ ટાઇગર તેના વર્કઆઉટના વીડિયો શેર કરે છે. દિશા પણ તેના વીડિયો શેર કરીને ફેન્સને હિંટ આપવાનું કામ કરે છે. દિશાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ 'રાધે - યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં જોવા મળી હતી. આ વર્ષે તેની 3 ફિલ્મો છે, જેમાં 'એક વિલન રિટર્ન', 'યોધા' અને 'કે-ટીના'ના નામ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details