ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સૌથી મોંઘી ફિલ્મની અભિનેત્રીને ફિલ્મ પહેલા જ મળ્યું મોટું ગિફ્ટ - Director Nag Ashwin

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ની (Film Project K) સ્ટાર કાસ્ટ સાથે જોડાઈ છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ની સ્ટાર કાસ્ટ સાથે જોડાઈ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે.

સૌથી મોંઘી ફિલ્મની અભિનેત્રીને ફિલ્મ પહેલા જ મળ્યું ગિફ્ટ
સૌથી મોંઘી ફિલ્મની અભિનેત્રીને ફિલ્મ પહેલા જ મળ્યું ગિફ્ટ

By

Published : May 8, 2022, 5:39 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પણ સાઉથના ફેમસ ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નો (Film Project K) ભાગ બની ગઈ છે. દિશાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસની સાથે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ પણ છે. 'પ્રોજેક્ટ કે'ને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.

દિશા પટનીને ફિલ્મ 'પ્રોજેક્ટ કે' ની ટીમ દ્વારા મળેલા ફૂલો અને ગિફ્ટ

આ પણ વાંચો:મહેશ બાબુને એવું તો શું થયું કે ઈવેન્ટમાં થયા ભાવુક

દિશાએ શેર કરી તસવીર : દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ની (Film Project K) ટીમ દ્વારા મળેલા ફૂલો અને ગિફ્ટ હેમ્પર્સની તસવીર શેર કરી હતી. દિશાએે પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેને આ હેમ્પર 'પ્રોજેક્ટ કે'ની ટીમ તરફથી મળ્યો છે. ટીમે તેણીને એક સ્વાગત નોંધ પણ મોકલી, જેમાં લખ્યું હતું કે, 'પ્રોજેક્ટ કે દિશા'માં આપનું સ્વાગત છે. અમે તમને ટીમમાં રાખવા માટે ઉત્સાહિત છીએ. આ પોસ્ટની સાથે દિશાએ તસવીરમાં રેડ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

આ પણ વાંચો:મધર્સ ડે પર જાહ્નવી કપૂરે લખ્યું "તારી ગેરહાજરીમાં પણ હું રોજ તારો પ્રેમ અનુભવું છું

ફિલ્મ 'પ્રોજેક્ટ કે' ડ્રામા ફિલ્મ :ફિલ્મ 'પ્રોજેક્ટ કે' એક ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ જેવી બોલીવુડની મોટી હસ્તીઓ અને હવે દિશા પટની લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 24 જુલાઈ 2021ના રોજ શરૂ થયું હતું. મેગા કેનવાસ ફિલ્મ 'પ્રોજેક્ટ કે' તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. ફિલ્મના શૂટિંગ માટે રામોજી ફિલ્મ સિટીમાં એક વિશાળ સેટ બનાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details