મુંબઈઃ સુંદર અને હોટ અભિનેત્રી દિશા પટનીના ચાહકોને અભિનેત્રીના જન્મદિવસ પર મોટી ભેટ મળી છે. દિશા પટનીએ ગઈકાલે તારીખ 13મી જૂને 31મો જન્મદિવસ તેના મિત્રો સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. દિશાએ જન્મદિવસ બોલિવૂડ અભિનેત્રી અને ટીવી નાગીન હસીના મૌની રોય અને તેના મિત્રો સાથે ઉજવ્યો હતો. તારીખ 13 જૂને દિશા અને મૌનીના જન્મદિવસની ઉજવણીની માત્ર તસવીરો જ સમાચારમાં હતી. પરંતુ હાલ અભિનેત્રી દિશા પટનીને લઈ નવા સામાચાર સામે આવ્યા છે.
ફિલ્મનો ફર્સ્ટ લુક: દિશાના જન્મદિવસ પર ચાહકોને એક મોટી ભેટ આપવામાં આવી છે. દિગ્દર્શક નાગ અશ્વિનની આગામી 'પાન ઈન્ડિયા' અને મોટા બજેટની ફિલ્મ 'પ્રોજેક્ટ K' માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. 'પ્રોજેક્ટ K' પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ છે. ફિલ્મ મેકર્સ અને એક્ટર પ્રભાસે દિશાનો ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
અભિનેત્રીના દેખાવનું વર્ણન: ગઈકાલે રાત્રે બાહુબલી સ્ટાર પ્રભાસ અને ફિલ્મ નિર્માતા વિજયંતી મૂવીઝે ટ્વિટર પર ફિલ્મ પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક રિલીઝ કરીને દિશા પટનીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. દિશાના ફિલ્મના ફર્સ્ટ લુકની વાત કરીએ તો તે દેશી લુકમાં જોવા મળી રહી છે. દિશાની આંખોમાં જાડો ડાર્ક મસ્કરા દેખાય છે અને તેના કપાળ પર ડોટ મેકઅપ દેખાય છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ: અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી, કમલ હાસન અભિનીત ફિલ્મ છે. આ ફિલ્મ તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની વારંવાર થયેલી ઈજાને કારણે ફિલ્મમાં વિલંબ થયો છે.
- Abhishek Bachchan: અભિષેક બચ્ચ નોરા ફતેહીએ 'કજરા રે કજરા રે' પર ડાન્સ કર્યો, જુઓ વીડિયો
- Singer Neha Kakkar: સિંગર નેહા કક્કરે ઉત્તરાખંડમાં કર્યું શાનદાર પરફોર્મ, દર્શકો ઝૂમી ઉઠ્યા
- Ssr Death Anniversary: સુશાંત સિંહ રાજપૂતની ત્રીજી પુણ્યતિથિ, બહેન સહિત ચાહકોની આંખો થઈ ભીની