હૈદરાબાદ : મહેશ બાબુએ હાલમાં જ આદિવી શેષાની 'મેજર'ના (Mahesh Babu Film) ટ્રેલર લોન્ચ વખતે એક નિવેદન આપ્યું હતું. જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે તેને બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કરવાની યોજના વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અભિનેતાએ કહ્યું કે 'બોલિવૂડ તેમને સહન કરી શકતું નથી.' નિવેદન સંદર્ભની બહાર લેવામાં આવ્યું હોવા છતાં, સોશિયલ મીડિયા આ વિષય (Mahesh Babu Controversy) પર વાતચીતથી સતત ભરેલું જોવા મળે છે.
આ પણ વાંચો :Sarkaru Vaari Paata : પરશુરામ પેટલાએ મહેશ બાબુ પર નિવેદન આપતા લોકો ચોંકી ઉઠ્યા, શું કહ્યુ જૂઓ..!
મહેશ બાબુના ચાહકોએ કર્યા બચાવ -મહેશ બાબુના ચાહકોએ તેમના નિવેદનનો (Mahesh Babu Statement) બચાવ કરતા દાવો કર્યો હતો કે, તેમણે હંમેશા એવી જ પ્રતિક્રિયા આપી છે, જે હવે અતિશયોક્તિ ભરી થઈ રહી છે. મહેશ બાબુએ જણાવ્યું કે, 'હું ઘમંડી બની શકું છું, પરંતુ મને હિન્દીમાં ઘણી ઓફર્સ મળી છે. જોકે, મને વિશ્વાસ છે કે તેઓ મને સહન ન કરી શકે, હું મારો અને અન્યનો સમય બગાડવા માંગતો નથી. મને અહીંથી ખ્યાતિ, પૈસા અને પ્રેમ મળ્યા છે. જેને લઈને મેં ક્યારેય તેલુગુ સિનેમા (Telugu Actor Mahesh Babu) છોડવાનું કે બીજે ક્યાંય જવાનું વિચાર્યું નથી.
આ પણ વાંચો :આરોગ્ય કર્મચારીઓ સાચા સુપરહીરોઝ છે : સુપરસ્ટાર મહેશ બાબુ
મહેશ બાબુ રિમેકમાં કમ્ફર્ટેબલ - મહેશ બાબુએ વધુમાં (Mahesh Babu Bollywood Statement) જણાવ્યું હતું કે, “મેં હંમેશા અહીં ફિલ્મો બનાવવાનું અને તેમની લોકપ્રિયતામાં વૃદ્ધિજોવાનું સપનું જોયું છે. તે સપનું હવે સાકાર થઈ રહ્યું છે. હું આનાથી વધુ ખુશ ન હોઈ શકું. 'ઓક્કાડુ' અભિનેતાએ ઇવેન્ટમાં કહ્યું. મહેશ બાબુના એક પ્રશંસકે લખ્યું, 'મહેશ બાબુ રિમેકમાં અભિનય કરવામાં પણ કમ્ફર્ટેબલ નથી, જેના વિશે તેઓ હંમેશા ખુલ્લા રહે છે. ''જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ જગ્યાએ કામ કરવા ઈચ્છતી નથી? તો આપણે શા માટે એવું માની લઈએ કે વ્યક્તિ તેમને સન્માન આપતી નથી. બીજાએ લખ્યું- 'આપણા કલાકારોના દરેક અન્ય નિવેદનથી વિવાદ કેમ ઉઠાવવો પડે છે'.