ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jawan Spacial Screening: દિગ્દર્શક એટલીએ દેશના રિયલ લાઈફ જવાનો માટે મુંબઈમાં 'જવાન'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું - જવાન સ્પેશિયલ સ્ક્રીનિંગ

બોલિવુડ કિંગ ખાનની 'જવાન' હાલમાં સર્વત્ર ચર્ચામાં છે. 'જવાને' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ફિલ્મ થિયેટરોમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે એટલીએ દેશના રીયલ લાઈફ જવાનો માટે મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

દિગ્દર્શક એટલીએ દેશના રિયલ લઈફ જવાનો માટે મુંબઈના જવાનની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ
દિગ્દર્શક એટલીએ દેશના રિયલ લઈફ જવાનો માટે મુંબઈના જવાનની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 9:57 AM IST

મુંબઈ: રવિવારના રોજ મુંબઈમાં રિયલ લાઈફ જવાનો માટે શાહરુખ ખાન અને નયનતારા અભિનીત ફિલ્મ 'જવાન'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ સ્ક્રીનિંગમાં ભારતીય સેનાના સૈનિકો, પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી, ત્યારથી થિયેટરોમાં ધમાકેદાર કમાણી કરી રહી છે.

મુંબઈમાં જવાન સ્પેશિયલ સ્ક્રીનિંગ: 'જવાન'ના દિગ્દર્શક એટલીએ મુંબઈમાં દેશના રિયલ લાઈફ હીરો એટલે કે, પોલીસ અધિકારીઓ, ભારતીય સેના અને ટ્રાફિક પોલીસ માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. 'જવાન' જોયા પછી ચાહકોની સકારાત્મક પ્રતિક્રિયા શાહરુખે શેર કરી તેમણે લખ્યું હતં કે, 'જવાન' પ્રત્યેના તમારા બધાનો પ્રેમ અને પ્રશંસા બદલ આભાર, સુરક્ષિત અને ખુશ રહો. ફિલ્મનો આનંદ માણતા તમારા બધાની તસવીરો અને વીડિયો મોકલતા રહો. હું ટૂંક સમયમાં તમને બધાને મળવા પાછો આવીશ.''

જવાનનું બોક્સ ઓફિસ કલેક્શન: કિંગ ખાનની ફિલ્મ 'જવાને' બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે ભારતમાં 68.72 કરોડ રુપિાયનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝનનું કલેકશન હવે ભારતમાં 180.45 કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે X એકાઉન્ટ પર લખ્યું છે કે, ''સુનામી, તૂફાન. 'જવાને' માત્ર ત્રણ દિવસમાં જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરીને રેકોર્ડ બનાવી દીધો છે. ફિલ્મે ગુરુવારે 65.50 કરોડ, શુક્રવારે 46.23 કરોડ, શનિવારે 68.72 કરોડ અને કુલ 180.45 કરોડનું કલેક્શન કર્યું છે.''

  1. Akshay Kumar Birthday Celebration: અજય દેવગણથી લઈને સુનીલ શેટ્ટી સુધી આ મિત્રોએ અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
  2. Akshay Kumar Welcome 3: ખિલાડીએ તેમના જન્મદિવસે ચાહકોને આપી મોટી ભેટ, 'વેલકમ 3'ની જાહેરાત
  3. Malaika Arora Jawan: સ્ટાર કપલ મલાઈકા અરોરા અર્જન કપૂરે જોઈ 'જવાન', ફિલ્મની સ્ટારકાસ્ટના કર્યા વખાણ

ABOUT THE AUTHOR

...view details