મુંબઈ: 'ગદર 2' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે 'ગદર 2'ના કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ આ ફિલ્મની સ્ટાર કાસ્ટ ગાઝિયાબાદમાં 'ગદર 2'ના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સન્ની દેઓલ, અમિષા પટેલ, અનિલ શર્મા અને મનીષ વાધવાએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
અનિલ શર્માનું નિવેદન: પાકિસ્તાની નાગરિક સીમા હૈદર કેસ વિશે વાત કરતા નિર્દેશક અનિલ શર્માએ ANIને કહ્યું હતું કે, ''તે સારી વાત છે યાત્રા ચાલુ જ હોવી જોઈએ. કાં તો અહીંથી જાય છે અથવા ત્યાંથી અહિં આવે છે. મને એવુ લાગે છે કે, સરહદ સમાપ્ત થવી જોઈએ. બધું ભારત બનવું જોઈએ. એક દેશ બનવું જોઈએ. જેથી સમસ્યાનો અંત આવે. કરોડો રુપિયા વેડફાઈ રહ્યા છે. તેથી જ મારી ફિલ્મમાં ડાયલોગ છે. પરંતુ, દ્રશ્યો ફક્ત એક છાપ આપે છે. તેમ છતા તેઓ તેમના પ્રેમથી પ્રેરિત થઈ રહ્યા છે, પ્રેમને કોઈ સીમા નથી હોતી. પ્રેમ કોઈ સહરદને સ્વીકારતો નથી, પ્રેમ તો કોઈ પણ સરહદની બહાર હોય છે. પરંતુ દરેક માણસની, દેરક દેશની પોતાની વસ્તુઓ હોય છે. હું આ સમયે વધારે કહી શકીશ નહીં.''
અભિનેતા મનીષ વાધવાનું નિવેદન: અભિનેતા મનીષ વાધવાએ કહ્યું હતું કે, ''એવું વિચારવું ન જોઈએ. એવું હોવું જોઈએ કે, તે હવે સમગ્ર વિશ્વ માટે એક કળા છે. હું માનું છું કે, કળા કોઈ દેશ પર આધારિત નથી કે, કોઈ સીમાથી બંધાયેલા નથી. પક્ષીઓ અને લોકોને આવવા-જવા માટે વિઝા કે પાસપોર્ટની જરુર નથી, તેથી કલા છે. આ ઉપરાંત હું માનું છું કે, આ કલાનો મારો વિચાર છે. બીજા બધાની પોતાની વસ્તુઓ છે, પોતાના સિદ્ધાંતો છે. આવી વસ્તુઓ સમયાંતરે બની રહે છે. સીમાએ સીમા પાર કરી છે અને તે ખૂબ જ અલગ અનુભવ છે.''
ગદર 2 ટ્રેલર: 'ગદર 2'ના ટ્રેલરની વાત કરીએ તો, તેમાં અદભૂત પર્ફોર્મન્સ અને પાવરફુલ ડાયલોગ્સ અને આઈકોનિક હેન્ડપંપ જોવા મળે છે. ત્રણ મિનિટના ટ્રેલરમાં તારા સિંહ અને સકીનાનો વારસો દર્શાવવામાં આવ્યો છે, જે વર્ષ 1971ના તોફાની ક્રશ ઈન્ડિયા મૂવમેન્ટ વચ્ચે સેટ છે. આ ઉપરાંત તારા સિંહ તેમના બાળક, ચરણ જીત સિંહ-ઉત્કર્ષ શર્માને બચાવવા માટે પાકિસ્તાન જાય છે.