ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Dia Mirza Sons Birthday: દિયા મિર્ઝાએ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, ક્યૂટ તસવીર શેર કરી - દિયા મિર્ઝા અયાન

દિયા મિર્ઝાએ આખા પરિવાર સાથે પુત્ર અયાનની ઉજવણી કરી હતી. દિયા મિર્ઝાએ તસવીર શેર કરીને ખુબજ સુંદર નોંદ શેર કરી છે. આ સાથે લારા દત્તાથી લઈને નેહા ધુપિયા સુધી અભિનેત્રીઓએ શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત ચાહકો પણ કોમેન્ટ બોક્સમાં શુભેચ્છા પાઠવી રહ્યાં છે. વાંચો પૂરા સમાચાર.

દિયા મિર્ઝાએ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, ક્યૂટ તસવીર શેર કરી
દિયા મિર્ઝાએ પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, ક્યૂટ તસવીર શેર કરી

By

Published : May 16, 2023, 11:53 AM IST

મુંબઈ: અભિનેત્રી દિયા મિર્ઝાએ સોમવારે તેના પુત્ર અયાનની બર્થડે પાર્ટીની કેટલીક તસવીર શેર કરી છે. દિયા ઇન્સ્ટાગ્રામ પર હૃદયસ્પર્શી નોંધ સાથે અયાનના બીજા જન્મદિવસની ઉજવણીની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું, 'આ લિટલ માસ્ટર સાથે 2 વર્ષનો જાદુ. મને તમારી માતા તરીકે પસંદ કરવા બદલ મારા પ્રિય અયાન આઝાદનો આભાર. આનાથી વધારે ખુશી મારા માટે બીજી કઈ હોઈ શકે. તારીખ 14મી મે હંમેશા મારો પ્રિય દિવસ રહેશે. પોસ્ટ સાથે દિયાએ સન સેટના દીવાને, વૈભવ રેખા, દીપા મિર્ઝા, સમૈર, રેખા સહિત ઘણા લોકોને હેશ ટેગ સાથે ટેગ કર્યા છે.

અભિનેત્રીઓએ શુભેચ્છા પાઠવી: એક તસવીરમાં દિયા અયાન સાથે જંગલ થીમવાળી કેક કાપતી જોઈ શકાય છે. બર્થડે બોય પણ તેના મિત્રો સાથે બર્થડે પાર્ટી માણી શકે છે. દિયા અને અયાને તેમના પરિવાર સાથે એક સુંદર કૌટુંબિક તસવીર માટે પોઝ પણ આપ્યો હતો. પ્રશંસકો તેમજ સેલેબ્સે તસવીર પસંદ કરી અને ટિપ્પણી વિભાગમાં નાના અયાન પર જન્મદિવસનો પ્રેમ વરસાવ્યો હતો. લારા દત્તાએ લખ્યું, 'આ નાનકડા વાઘ માટે આટલો પ્રેમ!' જ્યારે મલાઈકા અરોરાએ કમેન્ટ કરી, 'હેપ્પી બર્થડે અયાન'. નેહા ધૂપિયા અને ડાયના પેન્ટીએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીસ શેર કરી છે.

આ પણ વાંચો:

  1. The Kerala Story Collection: અઠવાડિયાના અંતમાં ઘણા રેકોર્ડ તોડી નાખશે, 10 દિવસમાં આટલી કમાણી
  2. Amitabh Bachchan: શૂટમાં વિલંબ થતાં બિગ બીએ અજાણી વ્યક્તિ પાસેથી બાઇક પર લિફ્ટ લીધી, તસવીર શેર
  3. Actor Sonu Sood: સોનુ સૂદે પોતાનું વચન પૂરું કર્યું, 200 કરોડના ખર્ચે બનનારા ભક્ત નિવાસ માટે દાન આપશે

દિયા મિર્ઝનો વર્કફ્રન્ટ: દિયાએ ફેબ્રુઆરી 2021માં બિઝનેસમેન વૈભવ સાથે લગ્ન કર્યા હતા અને તેઓએ તારીખ 14 મે 2021ના રોજ અયાન નામના છોકરાનું સ્વાગત કર્યું હતુ. વર્ક ફ્રન્ટ પર દિયા આગામી તાપસી પન્નુ, રત્ના પાઠક શાહ, ફાતિમા સના શેખ અને સંજના સાંઘી સાથે 'ધક ધક'માં જોવા મળશે. તરુણ દુડેજા દ્વારા નિર્દેશિત, ફિલ્મ 'ધક ધક' એડવેન્ચર શૈલીની છે, જે એક ગર્લ ગેંગ દ્વારા હાથ ધરવામાં આવેલી રોડ ટ્રીપની સ્ટોરી છે.

ABOUT THE AUTHOR

...view details