ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'જય'ના 'વીરુ'ની પોસ્ટ, જૂની યાદ ફરી તાજા થઈ ગઈ - Dharmendras post

હિન્દી સિનેમાના હીમેન ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસ (Amitabh Bachchan 80th birthday) પર એક શાનદાર પોસ્ટ શેર કરી છે અને બિગ બી માટે કેટલીક વાતો પણ કહી છે. દમદાર એક્ટર ધર્મેન્દ્રએ સૌથી પ્રતિભાશાળી સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan and Dharmendra) ને તેમની આગામી ફિલ્મ 'ઉચાઈ' માટે શુભેચ્છા પાઠવી છે.

'જય' અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર મિત્ર 'વીરુ' ધર્મેન્દ્રની પોસ્ટ
'જય' અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર મિત્ર 'વીરુ' ધર્મેન્દ્રની પોસ્ટ

By

Published : Oct 11, 2022, 5:38 PM IST

હૈદરાબાદ: 70ના દાયકાની આઇકોનિક ફિલ્મ 'શોલે'ની 'જય-વીરુ'ની જોડીને ભૂલવી મુશ્કેલ છે. 'જય-વીરુ' (Amitabh Bachchan and Dharmendra)ની જોડી આજે પણ દર્શકોના મનમાં અકબંધ છે. 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ (Amitabh Bachchan 80th birthday) છે. આ અવસર પર સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મ 'શોલે'ના કો-એક્ટર ધર્મેન્દ્રએ પણ બિગ બીના જન્મદિવસ પર એક શાનદાર પોસ્ટ શેર કરી છે.

'જય' અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર મિત્ર 'વીરુ' ધર્મેન્દ્રની પોસ્ટ

ફિલ્મ 'ઉચાઈ' માટે શુભેચ્છા:દમદાર એક્ટર ધર્મેન્દ્રએ સૌથી પ્રતિભાશાળી સ્ટાર અમિતાભ બચ્ચનને તેમની આગામી ફિલ્મ 'ઉચાઈ' માટે શુભેચ્છા પાઠવી છે. ધર્મેન્દ્રએ ટ્વિટર પર ફિલ્મની એક તસવીર શેર કરી છે. બિગ બી, જે જયનું પાત્ર ભજવે છે, તે વાદળી જીન્સ સાથે લાલ ટી-શર્ટ પહેરેલા જોવા મળે છે અને ધર્મેન્દ્ર, જે વીરુનું પાત્ર ભજવે છે, તે ડેનિમ જેકેટ અને વાદળી જીન્સ સાથે ટી-શર્ટમાં છે.

શુભેચ્છાઓ પાઠવી: પોસ્ટ શેર કરતા ધર્મેન્દ્રએ લખ્યું, 'અમિતાભ, લવ યુ. મને રાજશ્રી પ્રોડક્શન તરફથી જાણવા મળ્યું કે, તમે તેમની સાથે ફિલ્મ કરી રહ્યા છો. સૌથી પ્રતિભાશાળી અભિનેતા અને શ્રેષ્ઠ પ્રોડક્શન હાઉસ સાથે. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ'. બિગ બી હાલમાં ફિલ્મ ગુડબાયમાં જોવા મળી રહ્યા છે અને તેમની આગામી ફિલ્મ 'ઉચાઈ' છે, જે 11 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન સૂરજ બડજાત્યા કરી રહ્યા છે અને રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માણ પામી રહી છે.

કલાકરોની પોસ્ટ શેર: કપિલ શર્મા, રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને ગોવિંદા સહિત ઘણા સ્ટાર્સે અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. કપિલ શર્માએ KBC ના સ્ટેજ પરથી એક તસવીર શેર કરી અને લખ્યું, આદરણીય @amitabhbachchan જી, તમારા જન્મદિવસ નિમિત્તે તમને ઘણી બધી શુભકામનાઓ, ભગવાનને પ્રાર્થના કે, તમે હંમેશા ખુશ, સ્વસ્થ રહો અને આવી જ તમારી અદભૂત પ્રતિભાથી બધાનું મનોરંજન કરતા રહો, તમે અમારું ગૌરવ છો, પ્રેમ અને આદર સાથે. તો ત્યાં શિલ્પાએ બિગ બી સાથે પોતાની એક તસવીર શેર કરી છે. ગોવિંદાએ ફિલ્મ 'બડે મિયાં-છોટે મિયાં'ની તસવીર શેર કરીને બિગ બીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details