ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Dharmendra Deol: ધર્મેન્દ્રએ રણવીર સિંહ સાથેની શાનદાર ઝલક શેર કરી, જુઓ અહિં તસવીર - ધર્મેન્દ્રની તસવીર

હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને રણવીર સિંહની ખાસ ક્ષણ દરિયાનની એક ઝલક સામે આવી છે. ધર્મેન્દ્રએ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'ના સેટ પરથી રણવીર સાથેની બે સુંદર તસવીર શેર કરી છે. તો ચાલો એક નજર કરીએ આ તસવીરો પર.

ધર્મેન્દ્રએ રણવીર સિંહ સાથેની શાનદાર ઝલક શેર કરી, જુઓ અહિં તસવીર
ધર્મેન્દ્રએ રણવીર સિંહ સાથેની શાનદાર ઝલક શેર કરી, જુઓ અહિં તસવીર

By

Published : Aug 3, 2023, 3:30 PM IST

મુંબઈ: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ પર 60 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે. જોકે, છેલ્લે કેટલાક દિવસોથી ફિલ્મની કમાણીનો ગ્રાફ નીચે આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ફિલ્મ નિર્માતા કરણ જોહરની સાથે પ્રમોશન માટે દર્શકોની પાસે જઈ રહ્યાં છે. આ દરમિયાન ફિલ્મના પાવરસ્ટાર ધર્મેન્દ્રએ રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની કી કહાની'ના સેટ પરથી એક ખાસ તસવીર શેર કરી છે.

ધર્મેન્દ્ર-રણવીરની તસવીર: ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. થ્રોબેક તસવીરો શેર કરીને તેઓ પોતાના જુના દિવસોને યાદ કરતા રહે છે. તાજેતરમાં પાવર સ્ટારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ અપલોડ કરી છે. પ્રથમ તસવીરમાં તેઓ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના રોકી સાથે જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''જી ચાહતા હૈ, ઈનકી ખાકો મેં, ફિર સે રંગ ભર દું.''

ધર્મેન્દ્ર-રણવીરનો લુક: તસવીરમાં ધર્મેન્દ્ર રણવીર સિંહ સાથે કોઈ કેસ પર ચર્ચા કરતા જોવા મળે છે. વ્હાઈટ કુર્તામાં ધર્મેન્દ્ર ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. બીજી બાજુ રણવીર સિંહ પણ ઓફ વ્હાઈટ કુર્તામાં સ્માર્ટ દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ શેર થતાં જ ચાહકો મનમૂકીને કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાનું શરું કરી દીધું હતું. એક ચાહકે કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, સૌથી શ્રેષ્ઠ જોડી. ધરમજી અને રણવીર સિંહ. અન્ય ચાહકોએ રેડ હાર્ટ ઈમોજીસ શેર કરીને બન્ને સ્ટાર પર પ્રેમ વરસાવ્યો છે.

ધર્મેન્દ્ર-રણવીરની બીજી પોસ્ટ: અભિનેતાએ બીજી પોસ્ટ અપલોડ કરી છે અને કેપ્શનમા લખ્યું છે કે, ''દમ મેં દમ હૈ જબ તક, બના રહુંગા હમ દમ, મૈ હર કિસી કા.'' તસવીરમાં ધર્મેન્દ્ર પ્રિન્ટેડ બ્લુ કુર્તા અને બ્લેક સ્કાર્ફમાં જોવા મળે છે. તેમણે હાથમાં રેડ કલરનો સ્કાર્ફ પકડી રાખ્યો છે. ચાહકોએ પોસ્ટ પર ફોલ્ડ કરેલા હાથ અને લાલ હ્રુદયની ઈમોજીસ શેર કરી છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' તેમના પહેલા વકેન્ડમામં 70 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે રિલીઝના 6 દિવસમાં 66 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. મેકર્સને આશા છે કે, ફિલ્મ ટૂંક સમયમાં 100 કોરડ ક્લબમાં પ્રવેશ કરશે.

  1. OMG 2 trailer: અક્ષય કુમાર સ્ટારર 'OMG 2'નું ટ્રેલર આઉટ, જુઓ પંકજ ત્રિપાઠીની શાનદાર ભૂમિકા
  2. Arpita Khan Birthday: સલમાનખાને બહેન અર્પિતાને જન્મદિવસની શુભકામના પાઠવી, જૂઓ અદભૂત તસવીર
  3. Postmortem Report: નીતિન દેસાઈની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જાણો કેવી રીતે થયું આર્ટ ડાયરેક્ટરનુ નિધન

ABOUT THE AUTHOR

...view details