નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સોમવારે દિલ્હી પોલીસની (Delhi Police) આર્થિક ગુના શાખાએ (Economic Offenses Wing) કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં (Sukesh Chandrasekhar Case) પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. દિલ્હી પોલીસ અધિકારીઓએ માહિતી આપી છે કે આ બીજી વખત છે જ્યારે દિલ્હી પોલીસે જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) કેસમાં તેની કથિત ભૂમિકા અંગે પૂછપરછ માટે બોલાવી છે.
આ પણ વાંચો:જેક્લીનના સપના રોળાયા મહાઠગ સુકેશને બનાવવા માંગતી હતી પ્રિયતમ
કેસમાં વધુ પૂછપરછ કરવાની જરૂર: એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફર્નાન્ડીઝને સોમવારે સવારે 11 વાગ્યે મંદિર માર્ગ પરની આર્થિક ગુના શાખાની ઓફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે 'અમારે કેટલાક દસ્તાવેજોની તપાસ કરવાની જરૂર છે અને આ કેસના સંબંધમાં તેમની વધુ પૂછપરછ કરવાની પણ જરૂર છે.' નોંધનીય છે કે જેકલીન ફર્નાન્ડીઝની બુધવારે આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તેની સાથે પિંકી ઈરાની પણ હાજર હતી.