નવી દિલ્હીઃ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી પોલીસ આ કેસમાં બિહારના 19 વર્ષીય યુવકની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે પહેલા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કર્યો અને બાદમાં તેને અન્ય પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કર્યો. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ફોનની તપાસ કરવામાં આવી રહી છે:પોલીસને શંકા છે કે, યુવકે પહેલા તેના સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો છે. જે બાદ તેને અન્ય પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવી હતી. યુવકને IFSO યુનિટ સમક્ષ હાજર થવા અને તેનો મોબાઈલ ફોન લાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ અંગે તેણે દાવો કર્યો હતો કે તેનો ઉપયોગ વીડિયો અપલોડ કરવા માટે થતો હતો. FIR દાખલ કર્યા પછી તરત જ, IFSO યુનિટે પણ META ને પત્ર લખીને આરોપીને ઓળખવા માટે URL અને અન્ય વિગતો મેળવી હતી. યુવકની પૂછપરછ અને અન્ય તમામ માહિતી લીધા બાદ જ પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરશે.