નવી દિલ્હીઃ રૂપિયા 200 કરોડની છેતરપિંડીના કેસ (Sukesh Chandrasekhar case)માં શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકની કોર્ટમાં EDની ચાર્જશીટ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ પટિયાલા હાઉસ કોર્ટ (Delhi Patiala House Court) પહોંચી હતી. આ દરમિયાન સુકેશના વકીલે કહ્યું કે, તપાસ એજન્સીએ હજુ સુધી પિંકી ઈરાનીના ફોન કોલનો કોઈ લેખિત જવાબ કે, FSL રિપોર્ટ દાખલ કર્યો નથી. સુકેશના વકીલે આરોપ લગાવ્યો કે 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. તેના પર ઇડીએ કહ્યું કે, એફએસએલ રિપોર્ટ આવવામાં સમય લાગે છે. ત્યાં સુધી આ મામલે ચર્ચા શરૂ થઈ શકે છે. સુનાવણી દરમિયાન જ રિપોર્ટ આવશે, પરંતુ કોર્ટે તેને સ્વીકાર્યો નથી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વોઈસ સેમ્પલ અને એફએસએલ રિપોર્ટ જલ્દીથી મંગાવવા જોઈએ, જેથી કોર્ટ આ મામલે સુનાવણી આગળ વધારી શકે.
આ પણ વાંચો:મુંબઈ માફિયાથી તાજા ખબર, આ સપ્તાહના અંતે નેટફ્લિક્સ, ડિઝની હોટસ્ટાર પર શું જોશો
કોર્ટે સંમતિ આપી હતી: કોર્ટે સંમતિ આપી હતી કે, આ મામલે ચર્ચા દરમિયાન વોઇસ સેમ્પલ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ મહત્વની ભૂમિકા ધરાવે છે. એટલા માટે તપાસ એજન્સીએ જલ્દી રિપોર્ટ આપવો જોઈએ. કોર્ટે સુકેશના વકીલને પૂછ્યું કે, ''શું તમે ચર્ચા માટે તૈયાર છો ?'' ત્યારબાદ તેમના વકીલે કહ્યું કે, 'જ્યાં સુધી અમારી પાસે તમામ દસ્તાવેજો ન હોય ત્યાં સુધી અમે દલીલ કરી શકીશું નહીં.'' આ સાથે EDએ સુકેશને રીઢો ગુનેગાર કહેવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
સુકેશ સામે શું છે તે કહ્યું: વકીલે ઉદાહરણ આપ્યું કે, ''એક ફંકશન દરમિયાન જો કોઈએ કેટરિના કૈફ અને અલ્લુ અર્જુનનો પરિચય કરાવવાની વાત કરી તો શું તે સંગઠિત અપરાધ છે. સુકેશ સામેના મોટાભાગના કેસ આ પ્રકારના છે.'' કોર્ટે કહ્યું કે, ''જો ED કહે છે કે, તમારી પાસે કાર અથવા ઘડિયાળ છે, તો તમારે તેને સાબિત કરવું પડશે કે, તે તમારી પાસે કેવી રીતે આવી. તમારે તેના સ્ત્રોત વિશે જણાવવું પડશે.'' આ પછી કોર્ટે મામલાની સુનાવણી સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો:RRR મચાવે છે ધમાલ, ચીની થિયેટરોમાં ટિકિટ 98 સેકન્ડમાં વેચાઈ ગઈ, રચ્યો ઇતિહાસ
જેકલીન સવારે કોર્ટ પહોંચી હતીઃ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ પણ કોર્ટની સુનાવણીમાં પહોંચી હતી. આ કેસમાં તારીખ 15 નવેમ્બરના રોજ કોર્ટે તેમને તપાસમાં સહયોગ કરવાની અને દરેક સુનાવણીમાં હાજર રહેવાની શરતે 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. અગાઉ જેકલીનને એક મહિના લાંબી સુનાવણીમાં વિશેષ અદાલત દ્વારા નિયમિત જામીન આપવામાં આવ્યા હતા. જામીન અરજી પર દલીલ કરતા. જેકલીન તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું હતું કે, ''જેકલીન સતત તપાસમાં સહકાર આપી રહી છે અને પોલીસે 5 વખત તેનું નિવેદન નોંધ્યું છે. આ સિવાય તે પોતે પણ આ કેસમાં સરેન્ડર કરવા માટે કોર્ટમાં પહોંચી હતી. જે બાદ કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા.
આ છે કેસ: દિલ્હી પોલીસે સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ફોર્ટિસ હેલ્થ કેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવેન્દ્ર મોહન સિંહની પત્ની આદિત્ય સિંહ સહિત અનેક હાઈપ્રોફાઈલ લોકો પાસેથી ખંડણી માટે કેસ નોંધ્યો હતો. આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુકેશના સંપર્કમાં હોવાના કારણે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ તપાસમાં છે. જેકલીન પર એવો આરોપ છે કે, સુકેશ ચંદ્રશેખરે તેને ઘણી મોંઘી ભેટ આપી છે.