ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી પરત ફરતાદીપિકા પાદુકોણ રડવા લાગી - Social Media

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 (cannes film festival 2022)ના છેલ્લા દિવસે દીપિકા પાદુકોણ ખૂબ રડતી જોવા મળી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી પરત ફરતા લાગી રોવા
દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી પરત ફરતા લાગી રોવા

By

Published : May 30, 2022, 5:17 PM IST

હૈદરાબાદ:ફ્રાન્સમાં દર વર્ષે યોજાતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિ 28 મેના રોજ સમાપ્ત થઈ ગઈ છે. અહીં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જ્યુરી મેમ્બર તરીકે ગઈ હતી. દીપિકા પાદુકોણ હવે કાન્સથી ઘરે પરત ફરી છે. દીપિકા પાદુકોણ ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળી હતી. હવે કાન્સમાંથી દીપિકા પાદુકોણનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ રડતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:કનિકા કપૂરે તેના ચર્ચ લગ્નની મંત્રમુગ્ધ કરતી તસવીરો શેર કરી છે, જુઓ તસવીરો

રડતી જોવા મળી દિપીકા: આ વીડિયો દીપિકા પાદુકોણે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં દીપિકાએ એ જ પોશાક પહેર્યો છે, જેમાં તે કાન્સમાં પહોંચી હતી. વીડિયોની વાત કરીએ તો આ વીડિયોમાં દીપિકા અને તેની ટીમ રડતી (Deepika padukone crying video) જોવા મળી રહી છે. આ વિડિયોમાં દીપિકા અને તેનો કાન્સનો સ્ટાફ ખૂબ જ ફની લાગી રહયો છે. દીપિકા કહેતી જોવા મળી રહી છે કે, આ તહેવાર હવે પૂરો થઈ ગયો છે અને બધા કેટલા નિરાશ છે. દીપિકાની ટીમે આ વીડિયો ક્રાઈંગ ફિલ્ટર દ્વારા બનાવ્યો છે. આ ફિલ્ટર આ દિવસોમાં ખૂબ જ ટ્રેન્ડ (Trending Video) કરી રહ્યું છે. જ્યારે દીપિકાને આ ફિલ્ટર વિશે ખબર પડી ત્યારે તે ખુલીને હસતી જોવા મળી હતી. અભિનેત્રીના પતિ રણવીર સિંહે આ વીડિયો પર સ્માઈલ ઈમોજી શેર કર્યું છે. આ વીડિયો પર બોલિવૂડના ઘણા સેલેબ્સે પણ ફની કોમેન્ટ્સ કરી છે.

ABOUT THE AUTHOR

...view details