ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

કેટરિના અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની મળી ધમકી - કેટરીના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી

અભિનેત્રી કેટરીના કૈફ અને તેના પતિ વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી (Death threat to Vicky Kaushal) મળી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કેટરિના કૈફ અને તેના વિકી કૌશલને જાનથી મારી નાખવાની મળી ધમકી
કેટરિના કૈફ અને તેના વિકી કૌશલને જાનથી મારી નાખવાની મળી ધમકી

By

Published : Jul 25, 2022, 12:07 PM IST

Updated : Jul 25, 2022, 12:23 PM IST

મુંબઈઃઅભિનેત્રી કેટરિના કૈફ અને તેના પતિ વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી (Vicky Kaushal Katrina Kaif Death Threat) છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલામાં સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં (Santa Cruz Police Station) કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:અક્ષય કુમાર પછી હવે આ સુપરસ્ટાર બન્યા સૌથી મોટા ટેક્સપેયર, ITએ કર્યું સન્માન

કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી: બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

પોલીસે કલમથી કેસ દાખલ કર્યો: વિકી કૌશલની ફરિયાદ પર પોલીસે કલમ 506(2), 354(D) IPC r/w કલમ 67 IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વિકી કૌશલનો આરોપ છે કે એક વ્યક્તિ તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા ધમકી આપી રહ્યો છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે આરોપી તેની પત્ની એટલે કે કેટરિના કૈફ પર પણ નજર રાખી રહ્યો છે અને તેને ધમકાવી રહ્યો છે.

આ પણ વાંચો:શું સ્મૃતિ ઈરાનીની દિકરી ચલાવી રહી છે ગેરકાયદેસર 'બાર' ?, મળી નોટિસ

કેટરીના કૈફ ગયા વર્ષે લગ્ન કર્યા હતા: ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા. 16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી ખાસ તસવીરો પણ સામે આવી હતી.

Last Updated : Jul 25, 2022, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details