હૈદરાબાદ: સિનેમા જગતના પ્રખ્યાત પ્લેબેક સિંગર મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ છે. મોહમ્મદ રફીનો જન્મ પંજાબમાં થયો હતો. તેઓ સંગીત ક્ષેત્રે પ્રભાવશાળી ગયકોમાંના એક હતા. મેહમ્મદ રફીએ દેશ ભક્તી ગીતોથી લઈને સેડ સોન્ગ, રોમેન્ટિક સોન્ગ, કવ્વાલી, ગઝલ, ભજન અને ક્લાસિકલ ગીતો ગાયા છે. મોહમ્મદ રફીને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
મોહમ્મદ રફીનો જન્મદિવસ:મોહમ્મદ રફીનો જન્મ આઝાદી પુર્વે તારીખ 24 ડેસેમ્બર 1924માં પંજાબમાં થયો હતો. તેઓ કોટલા સુલતાન સિંઘના વતની છે. મોહમ્મદ રફીનું હુલામણું નામ ફીકો હતું. તેઓ કોટલા સુલતાન સિંઘની શેરીઓમાં ફકીરના ગીતોની કોપી કરતા હતા. મોહમ્મદ રફીએ ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન, પંડિત જીવન લાલ મટ્ટુ અને ફોરિઝ નિઝામી પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. તેમણે સૌપ્રથમ ગીત 13 વર્ષની વયે લાહોરમાં ગાયું હતું.
મોહમ્મદ રફીના ગીતો: તેઓ પંજાબી ફિલ્મ 'ગુલ બલોચ'માં 'સોનીયે ની, હીરિયે ની' ગીત ગાયને પ્લેબેક ગાયક કરીકે ઉભરી આવ્યા હતા. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમણે વર્ષ 1945માં 'ગાંવ કી ગોરી'થી શરુઆત કરી હતી. મોહમ્મદ રફીના ગીતોની વાત કરીએ તો, 'તેરા જલવા જીસ ને દેખા', 'વો અપની યાદ દિલાને કો', 'હમકો હંસ્તે દેખ જમાનના જલતા હૈ', 'ખબર કિસી કો નહિં વો કીધર દેખતે', 'બહારો ફુલ બરસાઓ', 'દિલ કે ઝરોખે મેં' સામેલ છે.
મોહમ્મદને મળેલા પુરસ્કારો:મોહમ્મદ રફીને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. આ ઉપરાંત તેમને ફિલ્મફેર પુરસ્કાર, રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેઓને બેસ્ટ સિંગર ઓફ મિલેનિયમના ખિતાબથી નવાજમાં આવ્યા છે. મોહમ્મદ રફીએ હિન્દી ઉપરાંત ગુજરાતી, પંજાબી, કન્નડ, તમિલ, તેલુગુ, મરાઠી, સિંધી, કોંકણી, આસામી, ભોજપુરી, ઉડિયા અનં બંગાણી જેવી અગલ અલગ ભાષાઓણાં ગીતો ગાયા છે.
મોહમ્મદ રફીનું અવસાન: મોહમ્મદ રફીનું અવસાન તારીખ 31 જુલાઈ 1980માં મહારાષ્ટ્રના બોમ્બે શહેરમાં થયુ હતુ. તેમણે 55 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું. રફીએ 7 હજારથી પણ વધુ ગીતો ગાયા છે. તેમણે અગ્રેજી ફારસી અને અરબી જેવી વિદેશી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. તેમના મશહુર ગીતો આજે પણ ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. મોહમ્મદ રફીનો અવાજ આજે પણ ચાહકોના દિલમાં ગુંજી રહ્યો છે.
- Jignesh Kaviraj Song: જિગ્નેશ કવિરાજનું નવુ ભજન ગીત 'ખાખ મેં ખપ જાના રે બંદે' ટુંક સમયમાં રિલીઝ થશે, પોસ્ટર આઉટ
- Zinda Banda Song: શાહરુખ ખાન સ્ટારર 'જવાન'નું 'જીંદા બંદા' ગીત આઉટ, 7 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
- Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ રવિવારે ધુમ મચાવી, ત્રીજા દિવસે ફિલ્મની આટલી કમાણી