દુબઈ: નોરાનો જન્મ તારીખ 6 ફેબ્રુઆરી 1992ના રોજ કેનેડાના ટોરોન્ટોમાં મોરોક્કન થયો હતો. પોતાના ડાન્સ અને સ્ટાઈલથી બોલિવૂડમાં ધમાલ મચાવનાર હસીના નોરા ફતેહીએ ગઈકાલે જ તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. નોરા ફતેહીએ પોતાના જન્મ દિવસ પર આનંદ માણી રહેલી સહેલીઓ સાથેનો ડાન્સ કરતો એક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં નોરા ફતેહી ચાલતી બોટ પર જોરશોરથી ડાન્સ કરતી જોવા મળે છે. નોરાની સાથે તેના મિત્રો પણ ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. નોરા ફતેહીના નવા વિડિયોએ દુબઈના યર્ટમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. નોરા ફતેહીના વીડિયોમાં તેમની સહેલીઓ સાથે ખુબજ મસ્તી કરતી જોવા મળે છે.
Nora Fatehi birthday: નોરા ફતેહીએ પોતાના જન્મદિવસ પર સહેલીઓ સાથે મનમુકીને કર્યો ડાન્સ - નોરા ફતેહીનો લેટ
પોતાના ડાન્સ અને સ્ટાઈલથી બોલિવૂડમાં ધમાલ મચાવનાર હસીના નોરા ફતેહી (Nora Fatehi hot looks)એ ગઈકાલે જ તેનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. નોરા ફતેહીએ પોતાના જન્મ દિવસ પર આનંદ માણી રહેલી સહેલીઓ સાથેનો ડાન્સ કરતો એક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. અહિં જુઓ (Nora Fatehi hd video) વીડિયો.
નોરા ફતેહીના ફિલ્મની શરુઆત: નોરા પાસે ભારતીય નાગરિકતા નથી. નોરા પોતાના દેશમાં મોટા કામની શોધમાં ભારત ઉડી અને કામ શોધવા લાગી. એક ઈન્ટરવ્યુમાં નોરાએ જણાવ્યું હતું કે, ''તે 5000 રૂપિયા લઈને ભારત આવી હતી અને અહીં આવ્યા બાદ તેણે એક એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને અહીં 3 હજાર રૂપિયા મળતા હતા, જેનાથી તે ગુજરાન ચલાવતી હતી. નોરા બોલિવૂડમાં પગ મૂકતા પહેલા સેલ્સ એક્ઝિક્યુટિવ અને વેટ્રેસ તરીકે કામ કરી ચૂકી છે. નોરા એક વિદેશી વ્યક્તિ છે, જે કેનેડાથી કામની શોધમાં થોડા રૂપિયા લઈને ભારત આવી અને અહીં તેનો સિક્કો ચાલ્યો. આજે નોરાને ભારતમાંથી જે ઓળખ મળી છે, તેનો ડંખ આખી દુનિયામાં વાગે છે. નોરા બોલિવૂડમાં એટલી હિટ રહી હતી કે તેના કારણે તેને 'FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2022'માં પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો.
આ પણા વાંચો:100 Days Of Kantara Event: રિષભ શેટ્ટીએ 'કંતારા' પ્રિક્વલની કરી જાહેરાત
કેનેડિયન અભિનેત્રી:નોરા એક સુંદર મોડલ, ઉત્તમ નૃત્યાંગના, નિર્માતા પણ છે અને વિશ્વાસ નહીં થાય, તે એક ગાયિકા પણ છે. ભારતીય ટેલિવિઝન પર આગામી ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે નોરા પ્રથમ પસંદગી બની રહી છે. વર્ષ 2016માં તે ડાન્સિંગ શો 'ઝલક દિખલા જા-9'માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. પરંતુ આજે તે 'ઝલક દિખલા જા-10'ની જજ છે. આ સાથે તે 'ડાન્સ દીવાને જુનિયર્સ સીઝન-1'ની જજ પણ છે.