ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Dance Ka Bhoot Song Out બ્રહ્માસ્ત્રનું ત્રીજું ગીત થયું રિલીઝ - ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ ડેટ

Dance Ka Bhoot Song Out Now રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ત્રીજું ગીત ડાન્સ કા ભૂત ગુરુવારે રિલીઝ Dance Ka Bhoot Song release થયું છે. Ranbir Kapoor and Alia Bhatt movie Brahmastra, Dance Ka Bhoot Song

Etv BharaDance Ka Bhoot Song Out બ્રહ્માસ્ત્રનું ત્રીજું ગીત ડાન્સ કા ભૂત રિલીઝt
Etv BharatDance Ka Bhoot Song Out બ્રહ્માસ્ત્રનું ત્રીજું ગીત ડાન્સ કા ભૂત રિલીઝ

By

Published : Aug 25, 2022, 5:40 PM IST

હૈદરાબાદ(Dance Ka Bhoot Song Out Now) રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ શિવાનું ત્રીજું ગીત ડાન્સ કા ભૂત ગુરુવારે રિલીઝ (Dance Ka Bhoot Song release) કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી અને અભિનેત્રી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ચાહકો માટે ફિલ્મ ડાન્સ કા ભૂતનું ત્રીજું ગીત રિલીઝ કર્યું છે.

આ પણ વાંચોVikram Vedha Teaser OUT, ઋતિક રોશન અને સૈફ અલી ખાન જોરદાર એક્શન

રણબીર કપૂરનો મસ્તીમાં ડાન્સઆ ગીત અવાજના જાદુગર અરિજીત સિંહે ગાયું છે અને પ્રિતમે કમ્પોઝ કર્યું છે. આ ગીતના બોલ પ્રખ્યાત ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતમાં રણબીર કપૂર મસ્તીમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

ફિલ્મ ક્યરે રિલીઝ થવાની છે અગાઉ ફિલ્મના કેસરિયા અને દેવા દેવાના બે ગીતો રિલીઝ થયા હતા. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી ફિલ્મના ત્રણેય ગીતો સુપરહિટ સિંગર અરિજીત સિંહે ગાયા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મમાં કોની ભૂમિકા છે આ ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ શિવમાં શાહરૂખ ખાનની પણ મહત્વની ભૂમિકા છે. તાજેતરમાં જ શાહરૂખનો રોલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચોHappy Bhavsar passed away જાણો હેપ્પી ભાવસારના જીવનની રસપ્રદ વાતો

બંને આ ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા હતા તમને જણાવી દઈએ કે, અયાન મુખર્જીએ લાંબા સમય બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ શિવા બનાવી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા પહેલીવાર સાથે આવ્યા હતા અને બંને સેટ પર પ્રેમમાં પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details