મુંબઈઃ બોલિવૂડ મેગાસ્ટાર ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરણ દેઓલ અને દિશા આચાર્યની ગઈકાલે રાત્રે સંગીત સેરેમની થઈ હતી. જેમાં સમગ્ર દેઓલ પરિવારે ખૂબ એન્જોય કર્યું હતું. બીજી તરફ કરણના દાદા ધર્મેન્દ્રએ પોતાના ડાન્સથી સભાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પૌત્રની જોડીએ 'યમલા પગલા દીવાના.' પર ડાન્સ કર્યો અને સ્ટેજ પર ધૂમ મચાવી દીધું હતું.
Dharmendra Dance: કરણ દેઓલ-દિશા આચાર્યના સંગીત સેરેમનીમાં દાદા ધર્મેન્દ્રએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો - કરણ દિશાના મ્યુઝિક પર ધર્મેન્દ્રનો ડાન્સ
તાજેતરમાં સની દેઓલના પુત્ર કરણ દેઓલ અને દિશા આચાર્યનો સંગીત સમારોહ યોજાયો હતો. જેમાં તેના દાદા ધર્મેન્દ્રએ ખૂબ એન્જોય કર્યું હતું. આટલું જ નહીં તેણે પોતાના પૌત્ર સાથે તેમના ફેમસ ગીત 'યમલા પગલા દિવાના' પર ડાન્સ પણ કર્યો હતો. આ સમારોહમાં સની દેઓલ અને બોબી દેઓલે પણ મનમૂકીને અદભૂત ડાન્સ કર્યો હતો.
ધર્મેન્દ્રનો અદભૂત ડાન્સ: કરણ અને દિશાના આ સંગીત સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જેમણે આ સંગીત સેરેમનીમાં ભાગ લઈને સાંજને વધુ રંગીન બનાવી હતી. જ્યારે બોબી દેઓલ, સની દેઓલ, કરણ અને તેના ભાઈ રાજવીર દેઓલથી લઈને સમગ્ર દેઓલ પરિવારે એક જ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન ધર્મેન્દ્ર પણ પોતાને ડાન્સ કરતા રોકી શક્યા નહીં. તે કરણ સાથે 'યમલા પગલા દિવાના.' ગીત પર પણ જોડાયા હતા. જેનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે.
દેઓલ પરિવારનો ડાન્સ: દાદા ધર્મેન્દ્ર ઉપરાંત કરણના પિતા સની દેઓલ અને કાકા બોબી દેઓલે પણ સંગીત સેરેમનીમાં પોતાના ગીતો પર ડાન્સ કરીને સ્ટેજને આગ લગાવી દીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. કરણ અને દિશા પણ તેમની સંગીત સેરેમની પર ખૂબ એન્જોય કરી રહ્યાં છે. કરણના કાકા બોલી દેઓલે તેની પત્ની સાથે તેના પોતાના રોમેન્ટિક ગીત 'હમકો સિર્ફ તુમસે પ્યાર હૈ' પર સુંદર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સનીએ તેના પુત્રના સંગીતમાં તેના હિટ ગીત 'મૈં નિકલા ગદ્દી લેકે.' પર ધમાલ કરી હતી.