ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Thalapathy : સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના - સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સાઉથના સુપરસ્ટાર વિજય સામે તેની ફિલ્મ લિયોને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક કાર્યકર્તા દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ એક્ટ હેઠળ વિજય સામે કડક કર્યાવાહીની માંગ કરવામાં આવી છે. અભિનેતાની ફિલ્મના ગીત 'ના રેડ્ડી'માં ટ્રગ્સને એક્સપ્લોર કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.

સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના
સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના

By

Published : Jun 26, 2023, 2:53 PM IST

હૈદરાબાદ: થલપતિ વિજયે તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ 'લિયો'ની જાહેરાત કરીને ચાહકોના ચહેરા પર મોટું સ્મિત લાવવાનું કામ કર્યું હતું. હવે અભિનેતાના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હકીકતમાં, તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ 'લિયો'નું પહેલું ગીત 'ના રેડ્ડી' અભિનેતાના જન્મદિવસ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.

વિજય વિરુદ્ધ ફરિયાદ: 'ના રેડ્ડી' ગીતના કારણે સેલ્વમ નામના RTI કાર્યકર્તાએ અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કાર્યકર્તાએ અભિનેતા વિરુદ્ધ નક્કર પુરાવા રજૂ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાણો શું છે સમગ્ર મામલો ? આ કાર્યકર્તાએ તારીખ 25 જૂને અભિનેતા વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને તારીખ 26 જૂને સવારે 10 વાગ્યે અરજી કરી હતી. આ કાર્યકર્તાએ નાર્કોટિક્સ કંટ્રોલ એક્ટ હેઠળ અભિનેતા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

અભિનેતા વિરુદ્ધ કાર્યવાહી: આગામી ફિલ્મ 'લિયો'ના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'ના રેડ્ડી'માં ડ્રગ્સને એક્સપ્લોર કરવા સામે વાંધો ઉઠાવતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, ચેન્નાઈ પોલીસ સમગ્ર શહેરમાં ડ્રગ્સના ઉપયોગ વિરુદ્ધ અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમોમાં અભિનેતા કાર્તિ અને વિજય એન્ટનીએ પણ ભાગ લીધો હતો.

ફિલ્મની રિલીઝ ડેટ: પ્રિઝનર અને વિક્રમ જેવી જોરદાર ફિલ્મો બનાવનાર યુવા નિર્દેશક લોકેશ કનાગરાજ હવે ફિલ્મ લિયોને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ લોકેશે પોતે લખી છે અને દિગ્દર્શિત કરી છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં વિજયની સામે સંજય દત્તને વિલન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રિશા આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. આ ફિલ્મ આ વર્ષે તારીખ 19 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મમાં યુવા સંગીત નિર્દેશક અનિરુદ્ધ રવિચંદ્રનું સંગીત હશે અને લલિત કુમાર અને જગદીશ પલાનીસામી ફિલ્મના નિર્માતા છે.

  1. Kartik Aaryan: કાર્તિક આર્યનની ઇકોનોમી ક્લાસમાં મુસાફરી, અભિનેતા થયા ટ્રોલ
  2. Arjun Kapoor Birthday: બોયફ્રેન્ડ અર્જુન કપૂરના જન્મદિવસ પર મલાઈકા અરોરાએ કર્યો ડાન્સ, ટ્રોલ થઈ
  3. Deepika Padukone: દીપિકા પાદુકોણ 'પ્રોજેક્ટ K'ના શૂટિંગ માટે પહોંચી હૈદરાબાદ, એરપોર્ટ પર જોવા મળી

ABOUT THE AUTHOR

...view details