મુંબઈઃઆજે 13 એપ્રિલે બોલિવૂડના તેજસ્વી અભિનેતા સતીશ કૌશિકનો 67મો જન્મદિવસ છે. પરંતુ અફસોસ, આ ઓલરાઉન્ડર અભિનેતા આજે આપણી વચ્ચે નથી. તારીખ 8 માર્ચે સતીશ કૌશિકે હાર્ટ એટેકના કારણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. સતીશના આકસ્મિક નિધનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો. આવી સ્થિતિમાં તારીખ 13 એપ્રિલે તેમના 67માં જન્મદિવસે ફરી એકવાર તેમના ચાહકોની આંખો ભીની થઈ ગઈ છે. સતીશ કૌશિકના સૌથી ખાસ અને નજીકના મિત્ર અનુપમ ખેરે તેમના મૃત્યુ પર સૌથી વધુ આંસુ વહાવ્યા હતા. હાલ તેમણે મિત્રના જન્મદિવસ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
Satish Kaushik Birthday: અનુપમ ખેરે બેસ્ટ ફ્રેન્ડ સતીશ કૌશિકના જન્મદિવસ પર એક લાગણીશીલ પોસ્ટ કરી શેર - અનુપમ ખેરની પોસ્ટ
બોલિવૂડના તેજસ્વી અભિનેતા સતીશ કૌશિકનો 67મો જન્મદિવસ છે. આ અવસરે અનુપમ ખેરે સતીશ સાથેની તેની યાદગાર તસવીર શેર કરી અને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'મારા પ્રિય મિત્ર સતીશ કૌશિક. જન્મદિવસની શુભકામના.' અભિનેતાના ચાહકો અને સંબંધીઓ આ દિવસે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે.
અનુપમ ખેરે મિત્રને પાઠવી શુભેચ્છા: અનુપમ ખેરે સતીશ સાથેની તેની યાદગાર તસવીર શેર કરી અને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'મારા પ્રિય મિત્ર સતીશ કૌશિક. જન્મદિવસની શુભકામના. આજે વૈસાખીના દિવસે તમે 67 વર્ષના થયા હોત, પરંતુ તમારા જીવનના 48 વર્ષ સુધી તમારો જન્મદિવસ ઉજવવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તેથી મેં નક્કી કર્યું છે કે, આજે સાંજે અમે તમારો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાનો પ્રયાસ કરીશું. શશિ અને વંશિકા સાથેની સીટ ખાલી રહેશે. મારા મિત્ર આવો અને અમને ઉજવણી કરતા જુઓ.
આ પણ વાંચો:Satish Kaushik Birthday: સતીશ કૌશિકની જન્મ જયંતિ, જાણો અભિનેતાની હત્યાનું કારણ શું છે ?
સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી મૃત્યુ: અનુપમ અને સતીશ તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સાથે સંઘર્ષ કર્યો હતો. બંનેએ ઘણી ફિલ્મમાં સાથે કામ પણ કર્યું છે. તારીખ 7 માર્ચ 2023ના રોજ હોળી રમ્યાના બીજા દિવસે સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો.