મુંબઈઃગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની વિદેશી સિરીઝ 'સિટાડેલ'નું બીજું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં ફુલ એક્શન અને પ્રિયંકા ચોપરાનો રોમેન્ટિક અવતાર જોવા મળી રહ્યો છે. 'સિટાડેલ'નું નવું ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને પ્રિયંકા ચોપરાના એક્શન અવતારના વખાણ થઈ રહ્યા છે. આ એક જાસૂસી સિરીઝ છે. પ્રિયંકા ચોપરાનું નવું પાત્ર બોલિવૂડ સિવાય 'સિટાડેલ'માં જોવા મળશે. આ સિરીઝમાં તે અભિનેતા રિચર્ડ મેડન સાથે જોવા મળશે.
Citadel Trailer 2 OUT: સિટાડેલનું નવું ટ્રેલર રિલીઝ, જુઓ દેશી ગર્લનો રોમેન્ટિક અવતાર - પ્રિયંકા ચોપરા સિટાડેલ
અભિનેત્રી અને દેશી ગર્લ તરીકે ઓળખાતી બોલિવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પ્રથમ વિદેશી સીરિઝ 'સિટાડેલ'નું નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં દેશી ગર્લનો સંપૂર્ણ એક્શન અને રોમેન્ટિક અવતાર જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ચોપરા તેની જાસૂસી-ડ્રામા સિરીઝ 'સિટાડેલ'ના નવા ટ્રેલરમાં રોમેન્ટિક અને એક્શન અવતારમાં જોવા મળી રહી છે.
સિટાડેલનું ટ્રેલર રિલીઝ: ટ્રેલર જોઈને લાગે છે કે, પ્રિયંકાએ આ સિરીઝ માટે એક્શન સીન અને સ્ટંટ માટે ઘણી મહેનત કરી છે. પ્રિયંકા ચોપરાએ સીરિઝ 'સિટાડેલ'નું નવું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ટ્રેલરમાં પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ લુક પણ જોવા મળી રહ્યો છે. શેર કરવામાં આવેલા પોસ્ટમાંં લખ્યું છે કે, તે તારીખ 28 એપ્રિલે પ્રીમિયર થવા જઈ રહ્યું છે અને દર શુક્રવારે એક નવો એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિરીઝ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:WCBB 2023: પ્રિયંકા આ વર્ષની બીજા ક્રમની સૌથી ધનિક સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ
સિટાડેલ ફિલ્મ સ્ટોરી: આવી સ્ટોરી દરેક બીજી હોલીવુડ ફિલ્મમાં જોવા મળે છે. હોલીવુડ સ્ટાર ટોમ ક્રુઝની મોટાભાગની ફિલ્મ આવી સ્ટોરી માટે જાણીતી છે. 'સિટાડેલ' એ લોકોનું એક જૂથ છે જે ગુપ્ત રીતે દેશ અને લોકોને મદદ કરવામાં સામેલ છે. 8 વર્ષ પહેલાં એક વૈશ્વિક જાસૂસી એજન્સી, ગ્રુપ સિટાડેલ અને તેના તમામ સભ્યોને નષ્ટ કરે છે. પરંતુ તેના બે એજન્ટ મેસન કેન-રિચર્ડ મેડન અને નાદિયા સિંઘ-પ્રિયંકા ચોપરા જીવતા ભાગી જાય છે અને પછી તેમના મિશન સાથે આગળ વધે છે. તેઓ તેમના મિશન સુધી કેવી રીતે પહોંચે છે તે ફિલ્મમાં જોવા મળશે.