મુંબઈ: પ્રખ્યાત દિગ્દર્શક જોડી એન્થોની રુસો અને જો રુસો અભિનીત બહુપ્રતિક્ષિત જાસૂસી થ્રિલર શ્રેણી 'સિટાડેલ' એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં તેની ભવ્ય રજૂઆત માટે તૈયાર છે. OTT રિલીઝ પહેલાં 'સિટાડેલ'ના નિર્માતાઓએ તારીખ 18 એપ્રિલે સિરીઝ માટે એક ભવ્ય વૈશ્વિક પ્રીમિયર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સિટાડેલ અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન તેમની ટીમ સાથે દેખાયા હતા.
આ પણ વાંચો:Ileana D Cruz Pregnant: ઇલિયાના ડીક્રુઝે કરી પ્રેગ્નન્સીની જાહેરાત, ચાહકોએ આપી શુભેચ્છા
પ્રિયંકાનો ગ્લેમરસ અવતાર: લંડનમાં ગ્રાન્ડ ગ્લોબલ પ્રીમિયરમાં સિટાડેલની મુખ્ય અભિનેત્રી પ્રિયંકા ચોપરા ગ્લેમર અવતાર સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી. ખાસ ક્ષણ માટે તેણે ક્લાસિક રેડ ઑફ-શોલ્ડર ગાઉન પસંદ કર્યું હતું. તે ક્લાસિક રેડ લિપ મેકઅપ લુક, સોફ્ટ-વેવ્ડ હેરસ્ટાઇલ ખુબજ આકર્ષક લાગી રહી હતી. બીજી તરફ રિચાર્ડ મેડન બ્લેક વેલ્વેટ બ્લેઝરમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. જે તેમણે ડાર્ક ગ્રે ફોર્મલ શર્ટ અને મેચિંગ ટ્રાઉઝર સાથે જોડી બનાવી હતી.