ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

રણવીર સિંહની ફિલ્મ સર્કસની સ્ટોરી આ જમાનાની છે, જાણો ક્યારે રિલીઝ થશે ટ્રેલર - સર્કસનું ટિજર રિલીઝ

એક્શન ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું ટીઝર રિલીઝ (Circus Teaser OUT) થઈ ગયું છે અને જાણો ફિલ્મનું ફની ટ્રેલર ક્યારે રિલીઝ થશે. આ ઉપરાંત ફિલ્મની સ્ટોરી અનુસાર રણવીર સિંહનો રોલ વિશે (Ranveer Singh movie) જાણો.

Etv Bharatરણવીર સિંહની ફિલ્મ સર્કસની સ્ટોરી આ જમાનાની છે, જાણો ક્યારે રિલીઝ થશે ટ્રેલર
Etv Bharatરણવીર સિંહની ફિલ્મ સર્કસની સ્ટોરી આ જમાનાની છે, જાણો ક્યારે રિલીઝ થશે ટ્રેલર

By

Published : Nov 28, 2022, 12:57 PM IST

હૈદરાબાદ:એક્શન ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'નું ટીઝર (Circus Teaser OUT) તારીખ 28 નવેમ્બર સોમવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં ફિલ્મની અડધાથી વધુ સ્ટારકાસ્ટનો ખુલાસો થયો છે. રણવીર સિંહે (Ranveer Singh movie) ટીઝરની સાથે ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તેની માહિતી પણ આપી છે. ટીઝરમાં રણવીર સિંહનો ડબલ રોલ જોવા મળી રહ્યો છે અને તેની સામે પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિસને લાવવામાં આવ્યા છે.

ટ્રેલર ક્યારે રિલીઝ થશે:ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં ફિલ્મના તમામ પાત્રો ફિલ્મની સ્ટોરી વિશે જણાવી રહ્યા છે. આ પાત્રો અનુસાર ફિલ્મની સ્ટોરી સોશિયલ મીડિયા યુગ પહેલાની છે, જ્યાં મોબાઈલ અને સોશિયલ મીડિયા જેવી કોઈ વસ્તુ ન હતી. આ ટીઝર સાથે કહેવામાં આવ્યું છે કે, ફિલ્મનું ટ્રેલર તારીખ 2 ડિસેમ્બરે રિલીઝ થવાનું છે.

ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ:ફિલ્મની સ્ટોરી અનુસાર ફિલ્મમાં રણવીર સિંહનો ડબલ રોલ છે. રણવીરની વિરુદ્ધ અભિનેત્રી પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિસ મહત્વની ભૂમિકામાં છે. આ પહેલા રોહિત શેટ્ટીએ ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને સર્કસના સમગ્ર પરિવારનો પરિચય કરાવ્યો હતો. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર તારીખ 23મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

રણવીર સિંહનો વર્કફ્રન્ટ:આ પહેલા રણવીર સિંહ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ હવે રણવીર સિંહને ફિલ્મ સર્કસ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ પહેલા રણવીર અને રોહિતની જોડી ફિલ્મ 'સિમ્બા'માં જોવા મળી હતી, જે હિટ ફિલ્મ સાબિત થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details