ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું તારીખ 30 ડિસેમ્બરના રોજ નિધન (PM Modi Mother Passed Away) થયું. અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આ દુઃખદ માહિતી ખુદ PM મોદીએ સવારે 6 વાગે ટ્વિટર પર આપી હતી. આ ભાવનાત્મક અવસર પર આખો દેશ PM મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. તે જ સમયે, બોલિવૂડ સ્ટાર્સ (Celebs mourn death of PM Modis Mother) પણ પીએમ મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો:સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ
કંગના રનૌતે દુઃખ વ્યક્ત કર્યું:'ક્વીન' ફેમ અભિનેત્રી કંગના રનૌતે શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પર પીએમ મોદીની માતા હીરાબેન મોદીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે કંગનાએ તેની માતા સાથે પીએમ મોદીનો એક સુંદર ફોટો પણ શેર કર્યો છે. આ પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું છે કે, 'ઈશ્વર વડાપ્રધાનને આ મુશ્કેલ સમયમાં ધૈર્ય અને શાંતિ આપે, ઓમ શાંતિ'.
અનુપમ ખેર:અનુપમ ખેરે લખ્યું છે કે, 'આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી! તમારા માતા શ્રી હીરાબાજીના અવસાન વિશે સાંભળીને, હું દુઃખી અને વ્યથિત પણ છું, તેમના પ્રત્યેનો તમારો પ્રેમ અને આદર વિશ્વ સમક્ષ સ્પષ્ટ છે, તમારા જીવનમાં તેમનું સ્થાન કોઈ ભરી શકશે નહીં! પણ તમે તો ભારત માતાના પુત્ર છો! મારી માતા સહિત દેશની દરેક માતાના આશીર્વાદ તમારા પર છે.