તિરુવનંતપુરમ:આગામી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના વિવાદ વચ્ચે એક મુખ્ય રાજ્ય પક્ષની યુવા પાંખ અને બે વ્યક્તિઓએ અલગ-અલગ રીતે તે લોકોને રોકડ પુરસ્કાર આપવાનું વચન આપ્યું છે, જેઓ તેની સ્ટોરી સાચી સાબિત કરે છે અને હકીકતો રજૂ કરે છે. અદાહ શર્મા સ્ટારર ફિલ્મ તારીખ 5 મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દાવો કરે છે કે, કેરળમાંથી લગભગ 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ છે, તેમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે અને તેમને વિદેશમાં આતંકવાદી મિશનમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Met Gala 2023: મેટ ગાલામાં આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક, જુઓ તસવીર
ઈનામની જાહેરાત: કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFના બીજા સૌથી મોટા સભ્ય IUMLની યુવા પાંખ, મુસ્લિમ યુથ લીગના વડા પી.કે. ફિરોઝે કહ્યું કે, જો ફિલ્મના નિર્માતા સાબિત કરી શકે કે, સ્ટોરી ખરેખર સાચી છે તો તેઓ તેમને એક કરોડ રૂપિયા આપશે. બીજી જાહેરાત એક બ્લોગર કે. નઝીર હુસૈન દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 'તે કોઈપણ વ્યક્તિને 10 લાખ રૂપિયા આપશે જે પુરાવો આપશે કે, મહિલાઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક સ્ટેટમાં જોડાવાની ફરજ પડી હતી.'