ફ્રાન્સ:ફ્રાન્સના કાન્સ શહેરના દરિયાકાંઠાના વિસ્તાર ફ્રેન્ચ રિવેરા ખાતે 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે. અહીં સારા અલી ખાન, મૃણાલ ઠાકુર, મૌની રોય અને સની લિયોન સહિત બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ ડેબ્યૂ કર્યું છે અને કેટલીક ત્યાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ દરમિયાન રેડ કાર્પેટ પરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રેડ કાર્પેટ પર યુક્રેનના ધ્વજમાં સજ્જ એક મહિલા રેડ કાર્પેટ પર આવી અને પોતાના પર નકલી લોહી રેડવા લાગી. કોઈક રીતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સુરક્ષા આ મહિલાને ત્યાંથી લઈ ગઈ.
રેડ કાર્પેટ પર વિરોધ: કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા યુક્રેનના સમર્થનમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. યુક્રેનિયન રંગોમાં પોશાક પહેરેલી એક મહિલાએ રવિવારે ફિલ્મ 'એસિડ'ના સ્ક્રીનિંગ દરમિયાન કાન્સ 2023ના રેડ કાર્પેટ પર વિરોધ કર્યો હતો. તેણીએ યુક્રેનિયન ધ્વજના રંગો - બ્લૂ અને યલો પહેર્યા અને રેડ કાર્પેટના પગથિયા પર પોતાના પર નકલી લોહી રેડ્યું હતુું. વિડિયોમાં વિરોધ કરનારને બે વ્યક્તિ તેને યોગ્ય સ્થળે ખસેળવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે અને તે રેડતા પહેલા તે કેમેરા માટે હસતી જોવા મળે છે.