હૈદરાબાદ: કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે અભિનેત્રી તેના કામના કારણે નહીં, પરંતુ તેની પુત્રી જોશ ઈરાનીને કારણે ચર્ચામાં ( josh irani restaurant gets notice) આવી છે. વાસ્તવમાં, સ્મૃતિની પુત્રી ગોવામાં સિલી સોલ નામનું કેફે બાર (Silly Soul Cafe Bar) ચલાવે છે. આબકારી કમિશનરે કાફેમાં ગેરકાયદેસર રીતે બાર ચલાવવા બદલ નોટિસ ફટકારી છે. કેફેને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે કે જે વ્યક્તિના નામે આ બાર ચલાવવામાં આવી રહ્યો છે તે વ્યક્તિનું છેલ્લા વર્ષ (2021)માં મૃત્યુ થયું છે.
આ પણ વાંચો:જાણો કપડાંની ફેક્ટરીથી લઈ નેશનલ ફિંલ્મ એવોર્ડ જીતવા સુધીની સુર્યા વિશેની આજાણી વાતો
સ્મૃતિની પુત્રી પર આરોપો: આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ગયા મહિને જ બારનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અરજીમાં લાયસન્સ ધારકની નહીં પણ અન્ય કોઈ વ્યક્તિની સહી મળી છે. આવી સ્થિતિમાં સ્મૃતિની પુત્રી પર લાયસન્સ માટે છેતરપિંડી અને દસ્તાવેજોની હેરાફેરીના આરોપો લાગ્યા છે.
લાયસન્સ રિન્યુઅલ એપ્લિકેશન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર મામલે સુનાવણી 29 જુલાઈએ થશે. તમને જણાવી દઈએ કે, લાયસન્સ રિન્યુઅલ એપ્લિકેશન 22 જૂન 2022ના રોજ એન્થોની ડીગમ નામથી કરવામાં આવી હતી, જ્યારે રેકોર્ડ મુજબ, આ વ્યક્તિનું મૃત્યુ મે 2021માં થયું છે.
આ કેસમાં દસ્તાવેજો જારી કર્યા છે: મીડિયા અનુસાર, ફરિયાદી વકીલ રોડ્રિગ્સે આરટીઆઈ દ્વારા આ કેસમાં દસ્તાવેજો જારી કર્યા છે. વકીલનું કહેવું છે કે કેન્દ્રીય પ્રધાનની પુત્રી અને પરિવાર દ્વારા આબકારી અધિકારી અને સ્થાનિક પંચાયત સાથે મળીને કરવામાં આવેલી હેરાફેરીનો ખુલાસો દરેકને થવો જોઈએ. વકીલનું કહેવું છે કે એક્સાઈઝના નિયમો અનુસાર બાર કે રેસ્ટોરન્ટના માલિકને જ બાર લાઇસન્સ આપવામાં આવે છે.
આ પણ વાંચો:68th National Film Award: સુર્યા અને અજય દેવગણને સર્વશ્રેષ્ઠ અભિનેતાનું સન્માન
એકતા કપૂરની સિરિયલ:તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાની બે બાળકો (જોહર અને જોશ)ની માતા છે. હાલમાં જ સ્મૃતિના પુત્ર જોહરે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તે જ સમયે, સ્મૃતિએ પુત્રના દીક્ષાંત સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સ્મૃતિના નાના પડદાના કામ વિશે વાત કરીએ તો, તે ટીવી ક્વીન એકતા કપૂરની સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં તુલસીની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે લોકપ્રિય બની હતી.