ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Celebs Wishes Republic Day 2023: બોલીવુડથી લઈને ટોલીવૂડ સુધી સેલેબ્સે ગણતંત્ર દિવસની પાઠવી શુભેચ્છા - પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

આજે દેશભરમાં 74માં ગણતંત્ર દિવસ (74th Republic day 2023)ની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવૂડના તમામ સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેમના ફેન્સને ગણતંત્ર દિવસની શુભચ્છા પાઠવી (Celebs Wishes Republic Day) છે. અક્ષય કુમારથી લઈને ચિરંજીવી સહિત અનેક સેલેબ્સે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

Celebs Wishes Republic Day 2023: બોલીવુડથી લઈને ટોલીવૂડ સુધી સેલેબ્સે ગણતંત્ર દિવસની પાઠવી શુભેચ્છા
Celebs Wishes Republic Day 2023: બોલીવુડથી લઈને ટોલીવૂડ સુધી સેલેબ્સે ગણતંત્ર દિવસની પાઠવી શુભેચ્છા

By

Published : Jan 26, 2023, 3:49 PM IST

મુંબઈ:આજે એટલે કે, તારીખ 26 જાન્યુઆરી 2023ના રોજ આખો દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. લોકો એકબીજાને ગણતંત્ર દિવસ 2023ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ખાસ અવસર પર ફિલ્મ સ્ટાર્સે પણ પોતાની આગવી સ્ટાઈલમાં ચાહકોને શુભેચ્છા પાઠવી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ચાલો જોઈએ કે, કયા સેલેબ્સે પ્રશંસકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો:Pathaan Collection: પ્રથમ દિવસના કલેકશનમાં 'kgf 2' પાછળ, સૌથી મોટી ઓપનર ફિલ્મ

અક્ષય કમારે પાઠવી શુભેચ્છા: બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ''તમને બધાને ગણતંત્ર દિવસની શુભકામના. આપણા ગૌરવપૂર્ણ વારસાને ચિન્હિત કરવાનો દિવસ. આ વર્ષે આ દિવસ મારા માટે સૌથી ખાસ રહેશે. જય હિંદ''

અનપમ ખેરે પાઠવી શુભેચ્છા: હિન્દી સેનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પોતાના ટ્વિટર પર 2 પોસ્ટ કરી છે. અનુપમ ખેરે એક પોસ્ટ લખી છે. ''વિશ્વમાં વસતા તમામ ભારતીયોને ગણતંત્ર દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. જય હિંન્દ. ભારતમાતા ચિરંજીવ રહે.' બીજી તરફ શિવ શાસ્ત્રી બાલ્બોઆનું પોસ્ટર શેર કરતી વખતે અનુપમ ખેરે લખ્યું, ટીમ શિવ શાસ્ત્રી બાલ્બોઆ તરફથી આપ સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ.''

અજય દેવગણે પાઠવી શુભેચ્છા: અજય દેવગણે પણ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો:Padma Shri Award 2023: રવીના ટંડને પદ્મશ્રી એવોર્ડ 2023નો શ્રેય તેમના પિતાને આપ્યો

શુનિલ શેટ્ટીએ પાઠવી શુભેચ્છા: બોલિવૂડ સ્ટાર શુનીલ શેટ્ટીએ ટ્વિટર પર દેશની જનતાને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ''આપણે બધા સાથે મળીને ભારતના 74માં ગણતંત્ર દિવસને આપણા રાષ્ટ્ર માટે ગર્વ, સન્માન અને પ્રેમ સાથે ઉજવીએ. સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.''

રાખી સાવંતે પાઠવી શુભેચ્છા: અભિનેત્રી રાખી સાવંતે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા બધાને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોસ્ટના કેપશનમાં લખ્યું છે કે, ''અમે અમારા સ્વતંત્રતા સેનનાનીઓને ક્યારેય નહિં ભૂલીએ. મારા દેશ માટે મારો પ્રેમ અમર્યાદિત છે, મારા લોકો માટે મારો પ્રેમ અનંત છે. હું માત્ર મારા દેશ માટે ખુશી ઈચ્છું છું. 74માં પ્રજાસત્તાક દિવસની આપ સૌને વિશેષ શુભચ્છાઓ.

ચિરંજીવીએ પાઠવી શુભેચ્છા: દક્ષણ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર અભિનેતા ચિરંજીવીએ પણ ટ્વીટ કરીને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. ''આપણી માતૃભૂમિ હંમેશા સમૃદ્ધ રહે. 74માં પ્રજાસત્તાક દિવસ પર આપણે બધા ભારતીયોને હર્દિક અભિનંદન. આ સિવાય કંગના રનૌત, પૃથ્વીરાજ સુકુમારન, જુનિયર એનટીઆર સહિત ઘણા જાણીતા સેલેબ્સે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details