ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું, જુઓ આ બધા જાણીતા એક્ટરોએ શોક વ્યક્ત કર્યો - કપિલ શર્માએ ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી (Assassination of Punjabi singer Sidhu Musewala) સમગ્ર હિન્દી અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. રણવીર સિંહથી લઈને કપિલ શર્માએ ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું, જુઓ આ બધા જાણીતા એક્ટરોએ શોક વ્યક્ત કર્યો
સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું, જુઓ આ બધા જાણીતા એક્ટરોએ શોક વ્યક્ત કર્યો

By

Published : May 30, 2022, 10:15 AM IST

હૈદરાબાદઃ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાને (Assassination of Punjabi singer Sidhu Musewala) લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. આ ચોંકાવનારી બાબતની દેશના રાજકારણમાં પણ ચર્ચા થઈ રહી છે. અહીં ફિલ્મી દુનિયામાં પણ હલચલ મચી ગઈ છે. પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી (Punjabi film industry) લઈને બોલિવૂડ કલાકારોએ 28 વર્ષની ઉંમરે જીવ ગુમાવનાર સિદ્ધુ મૂસેવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું

આ પણ વાંચો:આમિર ખાનનો ગોલગપ્પા ખાવાનો વીડિયો વાયરલ, યૂઝર્સે કરી આવી કોમેન્ટ્સ....

ઘણા ગુનેગારો તરફથી ધમકીઓ મળી રહી હતી: જણાવી દઈએ કે મૂસેવાલાને ઘણા ગુનેગારો તરફથી ધમકીઓ મળી રહી હતી. તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી પણ લડ્યા હતા. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. તેમનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું

આ પણ વાંચો:ફિલ્મ નિર્માતા બોની કપૂરના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ, સાયબર ફ્રોડમાં ગુમાવ્યા રૂપિયા લાખો રુપિયા

લોકો તેને 'ગેંગસ્ટર રેપ' સિંગર કહીને બોલાવતા હતા: મુસેવાલાનો જન્મ 11 જૂન 1993ના રોજ થયો હતો. તે માણસા જિલ્લાનો રહેવાસી હતો. તેમના ગામનું નામ મૂસાવાલા છે. તેની માતા ગામની સરપંચ છે. તેમની ગાયકી થોડી અલગ હતી. લોકો તેને 'ગેંગસ્ટર રેપ' સિંગર કહીને બોલાવતા હતા. તેના ગીતોમાં ઘણીવાર બંદૂકો જોવા મળતી હતી. લોકોનું કહેવું છે કે તે ગન કલ્ચરને પ્રોત્સાહન આપતો હતો.

ABOUT THE AUTHOR

...view details