પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુનાથના નિધન પર બોલિવૂડ સેલેબ્સ અને ભારતીય સંગીતકારોએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો શોક - Singing Concert
એક કોન્સર્ટ (Singing Concert) દરમિયાન ગાતી વખતે પ્રખ્યાત ગાયક KKનું મૃત્યુ (Bollywood Famous Singer KK Dies) થયું છે. કેકેના ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ આ દુઃખદ સમાચારથી દંગ રહી ગયા છે.
કૃષ્ણકુમાર કુનાથ(KK) ના નિધન પર બોલિવૂડ સેલેબ્સએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો શોક
હૈદરાબાદઃ દક્ષિણ કોલકાતામાં નઝરૂલ મંચ ખાતે એક કોલેજ દ્વારા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું Famous (Bollywood Famous singer KK Dies) મંગળવારે રાત્રે નિધન થયું હતું. તેઓ KK તરીકે જાણીતા હતા. KK 53 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. આ દુઃખદ સમાચારથી બઘા દંગ રહી ગયા છે. બોલિવૂડ સ્ટાર્સએ ટ્વીટ (Bollywood stars tweeted) કરી દુ:ખ વ્યકત કર્યુ છે.