ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

રાણી એલિઝાબેથ IIના નિધન પર આ બોલિવૂડ સેલેબ્સે દુખ વ્યક્ત કર્યુ - રાણી એલિઝાબેથના નિધન પર બોલિવૂડ સેલેબ્સ દુખી

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન (Queen Elizabeth II has died) થયું છે, ત્યારે બોલિવૂડ કલાકારોએ પણ શોક (bollywood celebs mourn on demise of Queen Elizabeth II) વ્યક્ત કર્યો છે.

Etv Bharatરાણી એલિઝાબેથ IIના નિધન પર આ બોલિવૂડ સેલેબ્સે દુખ વ્યક્ત કર્યુ
Etv Bharatરાણી એલિઝાબેથ IIના નિધન પર આ બોલિવૂડ સેલેબ્સે દુખ વ્યક્ત કર્યુ

By

Published : Sep 9, 2022, 11:21 AM IST

હૈદરાબાદ: બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન (Queen Elizabeth II has died) થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં (Balmoral Castle) રાણીએ અંતિમ શ્વાસ લીધા. બ્રિટનની મહારાણી એલિઝાબેથના નિધન પર સમગ્ર વિશ્વ શોકમાં છે અને તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે બોલિવૂડ સેલેબ્સે રાણીના નિધન પર શોક (bollywood celebs mourn on demise of Queen Elizabeth II) વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો:PM મોદી સહિત દુનિયાના અનેક રાષ્ટ્રપ્રમુખે એલિઝાબેથ IIને શ્રદ્ધાંજલી અર્પી

આ બોલિવૂડ સેલેબ્સે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું: અનુપમ ખેર, સુષ્મિતા સેન, શિલ્પા શેટ્ટી, રિદેશ દેશમુખ, કરીના કપૂર ખાન, અદનાન સામી, ગીતા બસરા અને નીતુ કપૂર જેવા કલાકારોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બ્રિટનની રાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અનુપમ ખેરનુંટ્વીટ: અનુપમ ખેરે ક્વીન એલિઝાબેથની ત્રણ તસવીરો શેર કરી અને લખ્યું, 'તેઓ 70 વર્ષ સુધી રાણી હોવા છતાં પણ તે ગ્રેસ, કરુણા, ગરિમા, તાકાત, દયાનું પ્રતિનિધિત્વ કરે છે. એક વ્યક્તિ તરીકે #QueenElizabeth વિશે કંઈક પ્રેરણાદાયક હતું! દુનિયા તેને યાદ કરશે! તેમની આત્માને શાંતિ મળે, ઓમ શાંતિ'.

સુષ્મિતા સેનનું ટ્વીટ: બોલિવૂડ બ્યુટી સુષ્મિતા સેને ટ્વીટ કરીને લખ્યું - કેટલું અદ્ભુત અને સેલિબ્રેટેડ જીવન છે. તેઓ રંગોને ચાહતા હતા અને તેમના જીવનની દરેક છાયા, એક જ જીવનકાળમાં જીવ્યા હતા...તેમની આત્માને શાંતિ મળે. તેને એક યુગનો અંત ગણાવતા રિતેશ દેશમુખે લખ્યું- મુશ્કેલ સમયમાં પણ રાણીએ પોતાનું ગૌરવ ગુમાવ્યું નથી. આ ખરેખર દુઃખદ દિવસ છે. યુકેના લોકો અને રાજવી પરિવાર પ્રત્યે મારી સંવેદના.

બોલિવૂડ ઉપરાંત હોલીવુડના સેલેબ્સ: મિમી ચક્રવર્તીએ લખ્યું- રાણી એલિઝાબેથ દ્વિતીય એ 96 વર્ષની વયે દુનિયા છોડી દીધી. તેમની આત્માને શાંતિ મળે. સિંગર અદનાન સામીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. સેલેબ્સે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની સફરને પ્રેરણાદાયી ગણાવી છે. બોલિવૂડ ઉપરાંત હોલીવુડના સેલેબ્સે પણ રાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીનું ટ્વીટ: પેરિસ હેલ્ટિને એલિઝાબેથ દ્વિતીયને પ્રેરણાદાયી મહિલા ગણાવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને રાણીના નિધન પર દુઃખદ વ્યક્ત કર્યુ હતું. તેમના નેતૃત્વને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.

રાણી એલિઝાબેથ II ની માંદગી: રોયલ ફેમિલી અનુસાર, બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય એપિસોડિક મોબિલિટીથી પીડિત હતી. જેના કારણે રાણીને બેસવામાં અને ચાલવામાં તકલીફ પડતી હતી. તમને જણાવી દઈએ કે, એલિઝાબેથ-2 બ્રિટનની સૌથી લાંબી શાસક રહી છે. તેમણે 70 વર્ષ સુધી આ ગાદી સંભાળી હતી.

આ પણ વાંચો:રાણીએલિઝાબેથ II ના જીવનની 10 રોમાંચક અને રસપ્રદ વાત

હવે બ્રિટનના રાજા આ હશે: તે માત્ર 25 વર્ષની ઉંમરે આ સિંહાસન પર બેઠી હતી. આ દરમિયાન તેમના હેઠળ 14 વડાપ્રધાનોનું શાસન પૂર્ણ થયું. તે જ સમયે, બ્રિટનના 15માં વડા પ્રધાન લિઝ ટ્રુસને પણ રાણી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, એલિઝાબેથ-2 પછી તેમના મોટા પુત્ર ચાર્લ્સ (73)ને જવાબદારી આપીને તેમને રાજા (The Royal Family UK) બનાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details