મુબઈ: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. સલમાન ખાન સાથે જોડાયેલી માહિતી જાણવા માટે ચાહકો રાહ જોતા હોય છે. તાજેતરમાં ફિલ્મ નિર્માતાઓ એક સ્પેશિયલ વીડિયો શેર કર્યો છે, જેમાં ભાઈજાન એકશન અવતારમાં જોવા મળે છે. તેમણે એક ખાસ મેસેજ પણ શેર કર્યો છે કે, ''જબ તક ટાઈગર મરા નહીં, તબ તક ટાઈગર હારા નહીં.''
Tiger 3 Update: એક્શન અવતારમાં ટાઈગરે આપ્યો આ ખાસ મેસેજ, મેકર્સે 'ટાઈગર કા મેસેજ'નો વીડિયો કર્યો શેર - ટાઇગર 3 મૂવી અપડેટ
બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. હાલમાં 'ટાઈગર કા મેસેજ'નો વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળે છે. તો ચાલો ભાઈજાને શું મેસેજ આપ્યો છે તે જાણીએ.
Published : Sep 27, 2023, 2:21 PM IST
'ટાઈગર 3' નો નવો વિડિયો રિલીઝ: 'ટાઈગર કા મેસેજ'માં સલમાન ખાને સિક્રેટ ટાઈગરના રુપમાં એક મહત્ત્વપૂર્ણ મેસેજ શેર કર્યો છે. એક મિનિટ 46 સેકન્ડની ક્લિપ ધમાકેદાર અને એક્શનથી ભરપૂર છે. ક્લિપમાં સલમાન ખાન રો એજેન્ટ અવિનાશ સિંહ રાઠોડના રુપમાં જોવા મળે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તેમની છબિ કેવી રીતે ખરાબ કરી છે અને તેમને ગદ્દારના રુપમાં ટૈગ કરવામાં આવી રહ્યા છે. છેલ્લે ટાઈગર જબરદસ્ત ડાયલોગ બોલે છે, જબ તક ટાઈગર મરા નહીં, તબ તક ટાઈગર હારા નહીં આપ કે રોંગટે ખડે કરને કી લીયે કાફી હૈ.
ટાઈગરે એક સ્પેશિયલ મેસેજ આપ્યો: સલમાન ખાન અને કેટરીના કેફે આગામી ફિલ્મ 'ટાઈગર 3' સાથે તૈયારી શરુ કરી દીધી છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે ફિલ્મ નિર્માતાઓએ આજે તારીખ 27 સપ્ટેમ્બરે ચાહકો માટે એક ખાસ સ્પેશિયલ વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં ટાઈગરે એક સ્પેશિયલ મેસેજ આપતા એક્શથી વાકેફ કર્યા છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા તારીખ 27 સપ્ટેમ્બરે 'ટાઈગર કા મેસેજ' બહાર આવતા ચાહકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે. ફિલ્મ નિર્માતાઓએ આ ખાસ દિવસ પસંદ કર્યો છે. વાસ્તવમાં તારીખ 27 સપ્ટેમ્બરે યાશ રાજ ફિલ્મ્સ(YRF)ની સ્થાપના થઈ હતી અને આ દિવસે યશરાજ ચોપડાની જન્મજયંતિ છે.