હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી જાનવી કપૂર ફરી એક વાર આંધ્ર પ્રદેશના તિરુમાલામાં શ્રી વેંક્ટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી છે. જાનવી કપૂર પર્પલ કલરની સાડીમાં અને સાઉથ ઈન્ડિયન લૂકમાં જોવા મળી રહી છે. મંદિરમાં દર્શન કરી રહેલી જાનવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ વીડિયોમાં જાનવી કપૂર પોતાની સાડીની સંભાળ રાખતી મંદીરમાં જઈ રહી છે. હાલમાં જાનવીનો મંદિરમાં દર્શન કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
Tirumala Srivari Temple: તિરુપતિ મંદિરમાં દર્શનાર્થે પહોંચી જાનવી કપૂર, જુઓ વીડિયો - જાનવી કપૂર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાતે
બોલિવુડ અભિનેત્રી જાનવી કપૂર તિરુપતિમાલા મંદીરે દર્શન કરવા માટે પહોંચી હતી. જાનવી કપૂરનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં સાડીમાં સજ્જ અભિનેત્રી જાનવી કપૂર મંદિરમાં જઈ રહી છે. આ પહેલા પણ જાનવી કપૂર આ મંદિરે આવી ચૂકી છે. અહિં જુઓ વીડિયો.
Published : Aug 28, 2023, 3:36 PM IST
જાનવી કપૂરે તિરુમાલા શ્રીવરી મંદિરની મુલાકાતે: જાનવી કપૂર વારંવાર દર્શન કરવા માટે મંદિરની મુલાકાત લઈ રહી છે. આ પહેલા પણ જાનવી કપૂરન અહીં દર્શન કરવા માટે આવી ચૂકી છે. નોંધનિય છે કે, જાનવી કપૂર બહુ જલ્દી સાઉથ સુપરસ્ટાર જૂનિયર NTRની ફિલ્મ 'દેવરા'થી સાઉથ સિનેમામાં કામ જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન પણ જોવા મળશે. સૈફ અલી ખાનની આ ડેબ્યુ ફિલ્મ છે. તાજેતરમાં ફિલ્મમાંથી તારીખ 16 ઓગસ્ટના રોજ સૈફ અલી ખાનના જન્મદિવસ પર તેમની પ્રથમ ઝલક દેખાડી હતી.
જાનવી કપૂરની ફિલ્મ: ફિલ્મ દેવરામાંથી જાનવી કપૂરનો ફર્સ્ટ લુક સામે આવી ચૂક્યો છે. જાનવી કપૂર છેલ્લે ફિલ્મ 'બવાલ'માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. જાનવી કપૂર પહેલી વાર વરુણ ધવનની સાથે મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મને આમિર ખાન સ્ટારર સુપરહિટ ફિલ્મ 'દંગલ' અને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છિછોરે'ના ડાયરેક્ટર નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી હતી.