મુંબઈ:બોલિવુડ એક્ટર વિકી કૌશલ તાજેતરમાં ગુલમર્ગ ફેસ્ટિવલ 2023માં હાજરી આપી હતી. ભારતીય સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિકી કૌશલ તેમના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં વિકીએ શાનદાર ડાન્સ કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે તારીખ 10 સપ્ટેમ્બરે કાશ્મીરની મુલાકત લીધી હતી. આ ઉત્સવનું આયોજન ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે.
Gulmarg Festival 2023: વિકી કૌશલે ગુલમર્ગ ફેસ્ટિવલમાં કર્યો શાનદાર ડાન્સ, જુઓ વીડિયો - ગુલમર્ગ ફેસ્ટિવલ
બોલિવુડ એક્ટર વિકી કૌશલ તાજેતરમાં ગુલમર્ગ ફેસ્ટિવલમાં હાજરી આપવા કાશ્મીર પહોંચ્યા હતા. ગુલમર્ગ ફેસ્ટિવલનું આયોજન ભારતી સેના દ્વારા કરવામાં આવે છે. વિકીએ પોતાના ગીતો પર ડાન્સ કરીને ફેસ્ટિવલમાં સૌનું મનોરંજન કર્યું હતું.
Published : Sep 11, 2023, 1:27 PM IST
વિકીએ શાનદાર પોર્ફોર્મ કર્યું:રવિવાર તારીખ 10 સપ્ટેમ્બરના રોજ વિકી કૌશલ ગુલમર્ગ ફેસ્ટિવલમાં ભાગ લેવા કાશ્મીર ગયા હતા. સ્ટેજ પર કલાકારો સાથે ડાન્સ કરવાથી લઈને ગીતો ગાવા સુધી વિકીએ બધાનું મનોરંજન કર્યું હતું. વિકી કૌશલે સ્ટેજ પર કલાકારો સાથે શાનદાર ડાન્સ કર્યો હતો. તેઓ આ કાર્યક્રમ દરમિયાન બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા હતા.
વિકીની આગામી ફિલ્મો:વિકી કૌશલ છેલ્લે 'જરા હટકે જરા બચકે'માં સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી હતી. તાજેતરમાં તેઓ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'ના રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ છે. વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા નિર્દેશિત 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' તારીખન 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં વિકી અને માનુષી પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે. 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માં મનોજ પાહવા, કુમુદ મિશ્રા, સાદિયા સિદ્દકી, અલકા અમીન, સૃષ્ટિ દીક્ષિત અને ભુવન અરોરા પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
- Malaika Arora Jawan: સ્ટાર કપલ મલાઈકા અરોરા-અર્જન કપૂરે જોઈ 'જવાન', ફિલ્મની સ્ટારકાસ્ટના કર્યા વખાણ
- Priyanka Chopra Fans: ચાહકે કહ્યું-'હું નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી હતી', પ્રિયંકા ચોપરાએ પ્રતિક્રિયા આપી
- Ar Rahman Chennai Concert: ચેન્નઈમાં Ar રહેમાનના કોન્સર્ટમાં ચાહકોને કડવો અનુભવ થતાં આયોજકોની ટીકા કરી