ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Akshay Kumar Indian Citizen: બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિક્તા મળી

15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો હતો. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમાર માટે આજનો દિવસ અત્યંત ખાસ છે. આજે અક્ષય કુમારને ભારતીય નાગરિક્તા મળી છે અને હવે તેઓ ભારતીય છે. ભારતીય સિટીઝનશીપ મળતા જ અક્ષય કુમારના ચાહકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિક્તા મળી
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિક્તા મળી

By

Published : Aug 15, 2023, 3:33 PM IST

હૈદરાબાદ: બોલિવુડના ખિલાડી અક્ષયકુમારના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. આજે સ્વતંત્રતા દિવસ પર અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. યુઝર્સોએ અક્ષય કુમારને કેન્ડિયન કહીને ઓળખાવ્યા છે. ત્યારે હવે આ વાત પર વિરામ આવી ગયો છે. ભારતના 76માં સ્વતંત્રતા દિવસે અક્ષય કુમાર સત્તાવાર રીતે ભારતીય છે. અક્ષય કુમાર વર્ષોથી કેનેડિયન સિટિઝનશિપને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સોના નિસાના પર હતા. અક્ષય કુમાર એ બોલિવુડ ફિલ્મ ઉદ્યોના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંથી એક છે.

અક્ષય કુમારને મળી ભારતીય નાગરિક્તા: ભારતીય સિટીઝનશીપ મળતા જ તેઓ હવે ભારતીય છે. તારીખ 15 ઓગસ્ટનો દિવસ અક્ષય કુમાર માટે ખુબ જ મહત્ત્વનો બની રહ્યો છે. કારણ કે, એક બાજુ સ્વતંત્રતા દિવસ છે અને બીજી બાજુ તેમને આ દિવસે ભારતીય નાગરિકતા મળી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ભારતીય નગારિક્તાની તસવીર પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ''દિલ ઔર સિટીઝનશીપ, દોનો હિન્દુસ્તાની. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ.'' ચાહકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યાં છે.

અક્ષય કુમાર વિશે: અક્ષય કુમારનો જન્મ ભારતના પંજાબ રાજ્યમાં અમૃતસરમાં થયો હતો. હરિ ઓમ ભાટિયા અને અરુણ ભાટિયાને ત્યાં તેમનો જન્મ થયો હતો. અભિનેતા રાજેશ ખન્ના તેમના સસરા છે. ડિમ્પલ કાપડિયા તેમની ભાભી છે. ટ્વિંકલ ખન્ના તેમની પત્ની છે. અક્ષય કુમાર અભિનેતા ઉપરાંત ફિલ્મ નિર્માતા છે. અક્ષય કુમારે વર્ષ 1991માં 'સૌગંધ' ફિલ્મથી કારકિર્દીની શરુઆત કરી હતી. તેમની એક્શન થ્રિલર ફિલ્મ 'ખિલાડી' બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી. અક્ષય કુમારે 30 વર્ષોમાં 100થી પણ વધુ ફિલ્મો આપી છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કારો સહિત અને ફિલ્મફેર પુરસ્કારો મળ્યા છે. વર્ષ 2009માં ભારત સરકાર દ્વારા ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

અભિનેતાના આગામી પ્રોજેક્ટ: અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુ' છે. આ ફિલ્મ ટીનુ સુરેશ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની વાર્તા વિપુલ કે રાવલે લખી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સહિત પરિણીતી ચોપરા, રાજેશ શર્મા અને સુનીલ શેટ્ટી સામેલ છે. તેમની પાસે 'હાઉસફુલ' 4 છે. 'આઉસફુલ' 4 એ ફરહાદ સામજી દ્વારા નર્દેશત ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે સામેલ છે. આ ઉપરાંત 'વેલકમ 3' અને 'હેરાફેરી 3' પણ સામેલ છે. હાલ અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' બોક્સ ઓફિસ પર ચાલી રહી છે અને 100 કરોડ ક્લબમાં પ્રવેશાની તૈયારીમાં છે.

  1. Independence Day 2023: 20 વર્ષ પછી મણિપુરમાં સ્વતંત્રતા દિવસ પર હિન્દી ફિલ્મ પ્રદર્શિત થશે
  2. Gadar 2 Collection Day 4: સની દેઓલ અમિષા પટેલ સ્ટારર 'ગદર 2' ફિલ્મ 200 કરોડ ક્લબમાં પ્રવેશી
  3. Independence Day: બોલિવુડથી લઈને ટોલિવુડ સુધી, આ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

ABOUT THE AUTHOR

...view details