અમદાવાદ: કવિ અને ગીતકાર એવા ઈર્શાદ કામિલનો આજે જન્મદિવસ છે. 'જબ વી મેટ', 'કબીર સિંઘ', 'ચમેલી', 'લવ આજ કલ', 'રોકસ્ટાર', 'રાંઝણા', 'હાઈવે', 'તમાશા', 'જબ વી મેટ' સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં તેમના ગીત જોવા મળે છે. ઈર્શાદ કામિલનો જન્મ તારીખ 5 સપ્ટેમ્બર 1971માં માલેરકોટલામાં થયો હતો. કામિલે પંજાબ યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. તેમણે હિન્દીમાં અનુસ્નાતક અને PHDની ડિગ્રી મેળવી હતી. કામિલ અભ્યાસ પુર્ણ કર્યા બાદ મુબંઈ ગાય હતા. તેઓ વિચારતા હતા કે, મુંબઈમાં ગયા બાદ છાપામાં નોકરી મળી જશે તો, બહુ તકલીફ નહીં પડે. તેમણે ખરાબ પરિસ્થિતીમાં ધ ડ્રિબ્યુન અને ઈન્ડિયન એક્સપ્રેસ જેવા અખબારોમાં કામ કર્યું હતું.
Irshad Kamil Birthday: પંજાબના કવિ અને ગીતકાર ઈર્શાદ કામિલનો આજે જન્મદિવસ - ઇર્શાદ કામિલ ગીત
'કબીર સિંહ', 'તડપ', 'ટાઈગર જીંદા હૈ', 'મોમ', 'પ્રેમ રતન ધન પાયો', 'ફટા પોસ્ટર નિકલા હિરો', 'મેરે બ્રધર કી દુલ્હન', 'યમલા પગલા દિવાના' જેવી ફેમસ ફિલ્મમાં ગીતોની રચના કરનાર ઈર્શાદ કામિલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. પંજાબમાં જન્મેલા ઈર્શાદ કામિલ કવિ અને ગીતકાર છે.
Published : Sep 5, 2023, 3:56 PM IST
|Updated : Sep 6, 2023, 2:36 PM IST
કામિલના ઘણી ફિલ્મોમાં ગીતો જોવા મળે છે: ઈર્શાદ કામિલે ઘણી ફિલ્મોમાં ગીતોની રચના કરી છે, જેમાં 'ચેમલી', 'શાહબ', 'સોચા ન થા', 'કરમ', 'આહિસ્તા આહિસ્ત', 'ઢોલ', 'જબ વી મેટ', 'તુલ્સી', 'ભ્રમ', 'થોડી લાઈફ થોડા મેજિક', 'અ વેડનેસ ડે', 'આ દેખે ઝરા', 'તેરા મેરા કી રીસ્તા', 'હમ ફિર મિલેગે', 'લવ આજકલ', 'ટોસ', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'દે દના દન', 'તુમ મલો તો સહી', 'અન્જાના અન્જાની', 'આક્રોશ', 'એક્શન રીપ્લાય', 'યમલા પગલા દિવાના', 'રોકસ્ટાર', 'સન ઓફ સરદાર', 'આશિકી 2', ફટા પોસ્ટર નિકલા હિરો', 'ભોલા' જેવી ઘણી ફિલ્મોમાં તેમના ગીતો સામેલ છે. આમાંથી કેટલીક ફિલ્મો રિલીઝ થઈ ન હતી.
તાજેતરમાં રિલીઝ થનારી ફિલ્મોમાં ગીતોની રચના: આ ઉપરાંત તેમના ગીતો 'જવાન' અને 'ટાઈગર 3'માં પણ જોવા મળશે. 'જવાન' ફિલ્મ 'પઠાણ' બાદ ઐતિહાસિક રેકોર્ડ બનાવવા જઈ રહી છે. આ ઉપરાંત મેટ્રો ઈન દિનોમાં પણ ગીતો સાંભળવા મળશે. કામિલને ફિલ્મફેર પુરસ્કાર અને મિર્ચી એવોર્ડ પણ મળ્યો હતો. આજે દરેક સંગીત સર્જક સમગ્ર ભારતના પ્રેક્ષકો માટે સંગીત બનાવી રહ્યા છે. હિન્દીમાં ડોક્ટરેટની પદવી મેળવનાર ઈર્શાદ કામિલને ભાષા ખુબ જ પસંદ છે. તેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ખુબ જ સારું કામ કર્યું છે.