ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Neha Mehta Birthday: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલીના આ નાટકો રહ્યા છે જોરદાર - તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલી મહેતાની ભૂમિકા ભજવવા માટે જાણીતી અભિનત્રી નેહા મહેતાનો આજે જન્મદિવસ છે. આ અવસરે તેમની કારકિર્દી પર એક નજર કરવી ઘટે. નેહા મહેતાએ ગુજરાત રાજ્યના પાટણની વતની છે. તેમણે ઘણી TV સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે સ્ટાર પ્લસ પર ચાલીતી TV સિરિયલ 'ભાભી'માં પણ કામ કર્યું છે.

નેહા મહેતાનો જન્મદિવસ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલી મહેતાની ભૂમિક માટે જાણીતી
નેહા મહેતાનો જન્મદિવસ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલી મહેતાની ભૂમિક માટે જાણીતી

By

Published : Jun 9, 2023, 1:47 PM IST

Updated : Jun 9, 2023, 3:18 PM IST

હૈદરાબાદ: તારીખ 9 જૂનના રોજ 1978માં નેહા મહેતાનો જન્મ ભાવનગરમાં થયો હતો. આ અભિનેત્રી ગુજરાત રાજ્યના પાટણની રહેવાસી છે. તેમના લગ્ન વર્ષ 2014માં નીરજ મસ્કરા સાથે થયા હતા. નેહા મહેતાને TV સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ખુબજ પ્રસિદ્ધિ મળી હતી. નેહાએ આ સિરિયલમાં અંજલી મહેતાની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત નેહા TV સિરિયલ 'ભાભી'માં પણ શાનદાર કામ કર્યુ છે.

અભિનયની શરુઆત: નેહાને પોતાના પરિવારમાંથી જ ફિલ્મ ઉદ્યોગનું વાતાવરણ મળ્યું હતું. નેહાના પિતા ગીતકાર છે. અભિનેત્રીને નાનપણથી જ સંગીત શીખવાનો બહુ શોખ હતો. તેથી તેમણે વડોદરા શહેરમાં સંગીત વષયક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશની ડિગ્રી મેળવી હતી. નેહાએ સૌપ્રથમ નાટકોમાં કામ કરવાનું શરું કર્યું હતું. આ સાથે તેમને થિયેટરોમાંથી ઓફર મળવા લાગી હતી. 'તૂ હી મેરા મૌસમ', 'હ્રુદય-ત્રિપુટી' અને 'મસ્તી મજે કી લાઈફ' જેવા ઘણા નાટકોમાં તેમણે ખુબજ સારું પરફોર્મ કર્યું હતું.

નેહા મહેતાનો જન્મદિવસ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલી મહેતાની ભૂમિક માટે જાણીતી

ફેમસ TV સિરિયલ: અભિનેત્રીની બે TV સિરિયલ ખુબજ ફેમસ છે. જેમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' મોખરે છે. આ સિરિયલ અસિત મોદી અને અસિત કુમાર દ્વારા નિર્મિત છે, જેના સંપાદક રાહત સોલંકી છે. આ સિરિયલે દર્શકોના દિલમાં આગ લગાવી દીધી હતી. કલાકારોના શાનદાર અભિનયને કારણે આ સિરિયિલ ચાહકોના દિલમાં વશી ગઈ છે. 'ભાભી' સિરિયલ રાજેશ બેરી આરઆરઓમ જોષી દ્વારા લખવામાં આવી છે. આ હિન્દી ભાષામાં બનેલી સિરિયલમાં નેહાએ સરોજની ભૂમિકા ભજવી હતી.

TV સિરિયલ: નેહાએ ઘણી ગુજરાતી અને હિન્દી TV સિરિયલોમાં કામ કર્યુ છે. નેહા મહેતાની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો 'પ્રેમ એક પૂજા', 'બેટર હાફ', 'જનમો જનમ' સામેલ છે. આ ઉપરાંત તેમની TV સિરિયલોમાં જોઈએ તો 'ડૉલર બહુ', 'ભાભી', 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'સૌ દાદા સાસુ ન', 'વાહ વાહ ક્યા બાત હૈ' અને 'દેશમેં નિકલા હોગા ચાંદ' સામેલ છે.

નેહા મહેતાનો જન્મદિવસ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલી મહેતાની ભૂમિક માટે જાણીતી
  1. Upcoming Web Series: 'બદતમીઝ દિલ' અને નાઇટ મેનેજર 2 જેવી વેબ સિરીઝ જૂનમાં રિલીઝ, તારીખ લખી દો
  2. Nayanthara: નયનતારાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ, ઉજવણી પર વિગ્નેશે હનીમૂનની તસવીર કરી શેર
  3. Omg 2: અક્ષય કુમારની ફિલ્મ Omg 2 કરશે ધમાલ, આ તારીખ થિયોટરોમાં જોવ મળશે
Last Updated : Jun 9, 2023, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details