મુંબઈ: બિપાશા બાસુ, એક નવી મમ્મી અને ફિલ્મ ઉદ્યોગની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી પોતાની દિકરી સાથેની તસવીર ચાહકો સાથે ઘણી વાર શેર કરે છે. ચાહકો તેમના નાના પ્રિયતમની સુંદરતાને જોવા માટે આતુર છે. ત્યારે બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેમની દિકરી સાથેનો એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે દેવી સાથે રમતી જોવા મળી રહી છે. શેર કરાયેલા લેટેસ્ટ વીડિયોમાં બિપાશા બાસુ મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. જેમાં દેવીના પગ દેખાઈ રહ્યા છે અને તે પોતાની માતાના ચહેરા પર હાથ વડે રમતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:Emraan Hashmi Birthday: ઈમરાન હાશ્મીનો 44મો જન્મદિવસ, જુઓ અભિનેતાના રોમેન્ટિક ગીત
બિપાશાએ વીડિયો કર્યો શેર: બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, "મારા દેવી સાથે અવિરત વાતચીત. પાપાએ કિંમતી ક્ષણોને કેમેરામાં કેદ કરી." આ સાથે બિપાશાએ હેશટેગ્સ સાથે બેટી કા પ્યાર, આનંદ, મમ્મા લવ અને ન્યૂ મોમ પણ લખ્યું. બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને તેની પુત્રીના લાડનો વિડીયો ફેન્સની સાથે શેર કરતાની સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ હસ્તીઓએ સુંદર કોમેન્ટ કરી છે.
આ પણ વાંચો:Kamal Hassan Tweet: કમલ હાસને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં સમર્થન આપી કહ્યું, રાહુલજી હું તમારી સાથે ઉભો છું
ચાહકોએ કરી કોમેન્ટ: શિલ્પા શેટ્ટીની બહેન અને અભિનેત્રી શમિતા શેટ્ટીએ ઘણાં લાલ દિલ ઈમોજીસ મોકલીને દેવી પર પ્રેમ વરસાવ્યો છે. સાથે જ આરતી સિંહે લખ્યું હવે. સેલિબ્રિટીઝની સાથે ચાહકોએ પણ સુંદર કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સને થોડા જ સમયમાં સુંદર કોમેન્ટ્સથી ભરી દીધું છે. એક ચાહકે લખ્યું કેટલો ક્યૂટ વીડિયો. બીજાએ લખ્યું કેટલું સુંદર. બીજાએ લખ્યું સરસ દીદી. ઉલ્લેખનીય છે કે, કરણ સિંહ અને બિપાશાની લાડલી દેવી ફેબ્રુઆરીમાં જ 3 મહિનાની થઈ ગઈ છે. જેનો વીડિયો હાલમાં જ બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.