ગુજરાત

gujarat

By

Published : Jul 9, 2023, 4:36 PM IST

ETV Bharat / entertainment

Bigg Boss OTT 2: OTT 2ને 2 અઠવાડિયા માટે આગળ વધારવામાં આવ્યો, પુષ્ટી સલમાન ખાને કરી

બિગ બોગ OTT શોને થોડા દિવસ માટે લંબાવવામાં આવ્યો છે, જેની પુષ્ટી શોના હોસ્ટ સલમાન ખાને કરી છે. સલમાન ખાને બિગ બોસ ઘરમાં ઉપસ્થિત શોના કંટેસ્ટેંટ્સને કહ્યું કે, શોના પહેલાના બે અઠવાડિયા સારા હતા. તેમણે ઘણી મહેનત કરવાની જરુરિયા છે.

OTT 2ને 2 અઠવાળિયા માટે આગળ વધારવામાં આવ્યો, નિર્માતાનો આ નિર્ણય
OTT 2ને 2 અઠવાળિયા માટે આગળ વધારવામાં આવ્યો, નિર્માતાનો આ નિર્ણય

મુંબઈ:રિયાલિટી શો બોગ બોસ OTT 2ને કેટલાક દિવસો માટે લંબાવવામાં આવ્યો છે. આ શોને હોસ્ટ કરી રહેલા સલમાન ખાને પુષ્ટી કરી છે. જ્યારે શો પ્રિમિયર થયું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે, બિગ બોસ OTT માત્ર 6 અઠવાડિયા માટે જિઓ સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે. જ્યારે તાજેતરમાં સલમાન ખાને પુષ્ટી કરી હતી કે, શો ને હજુ બે અઠવાળિયા માટે આગળ વધારવામાં આવ્યો છે.

શો લંબાવાયો: સલમાન ખાને ઘરમાં ઉપસ્થિત કંટેસ્ટેંટને કહ્યું હતું કે, 'બોગ બોસ શોને 2 અઠવાડિયા માટે આગળ વધારવામાં આવ્યો છે.' સલમાન ખાને કહ્યું કે, 'ભલે ઘરમાં વાતાવરણ ખરાબ થઈ રહ્યું હોય, તેમ છતાં હજુ પણ ઘરમાં પ્રેમ આપી રહ્યાં છે. પબ્લિક રિએક્શનને જોઈને શોને 2 અઠવાળિયા માટે એક્સટેંશન મળી રહ્યું છે.' સલમાન ખાનની આ વાત સાંભળીને બધા ખુબ જ ખુશ થઈ જાય છે.

2 સપ્તાહનું એક્સટેંશન: સલમાન ખાને કહ્યું કે, ફક્ત 6 સપ્તાહ ? એવું પણ થઈ શકે છે કે, એનાથી વધુ 8 સપ્તાહ પણ કરી દેવામાં આવે. એનો શું અર્થ છે ? એટલે કે શો ને 2 સપ્તાહનું એક્સટેંશન મળી ગયું છે. એનો અર્થ એ છે કે, લોકો હવે શોને પસંદ કરી રહ્યાં છે. બોગ બોસ ઓટીટી 2ના પહેલા 2 અઠવાડિયામાં 400 કરોડ મિનિટનો વોચ ટાઈમ છે. જેટલો હું દેખાઉં છું, તેનાથી વધુ તેમે લોકોને જોવામાં આવી રહ્યાં છે. દેખીતી રીતે આ શીઝનને 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. હવે તમારી જિમ્મેદારી છે કે, આ શોને વધુમાં વધુ લોકો જુએ અને વધુ પસંદ કરે. તમારે બધાએ પોતાના પર કામ કરવાની જરુર છે.

  1. Mirror Selfie: રશ્મિકા મંદન્નાએ મિરર સેલ્ફીની ઝલક બતાવી છે, જુઓ તસવીર
  2. Ileana D Cruz: ઈલિયાના ડિક્રૂજે પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાની દેખાડી ઝલક, કહ્યું 'થાક અનુભવાય છે'
  3. Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું 10 દિવસનું કલેક્શન, કામણીમાં 50 ટકાનો વધારો

ABOUT THE AUTHOR

...view details